VIDEO: ટ્રાફિક પોલીસ સમયસર પહોંચી ને બચી ગયો મહિલાનો જીવ

મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ બ્રિજ પર છેલ્લા કેટલાક દિવસોમાં આત્મહત્યા અથવા આત્મહત્યાના પ્રયાસના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. અટલ સેતુ સી લિંક પર આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલી મહિલાને બચાવવાનો વીડિયો સામે આવ્યો છે. જોકે પોલીસે બહાદુરી બતાવી મહિલાનો જીવ બચાવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

અટલ સેતુ સી લિંક પર એક મહિલા આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી.જોકે,પોલીસે પોતાની ચપળતા અને બહાદુરીથી મહિલાને બચાવી લીધી હતી. મળતી માહિતી મુજબ મુલુંડમાં રહેતી એક મહિલાએ શુક્રવારે સાંજે સાત વાગ્યાની વચ્ચે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈથી નવી મુંબઈ જવાના માર્ગ પરના ફ્લાયઓવર પરથી એક મહિલાએ દરિયામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

વીડિયો વાયરલ થઈ રહ્યો છે

અટલ સેતુ પર આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા પુલની બીજી તરફ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. મહિલાએ કૂદકો મારતા જ નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ તેને પકડી લીધી. ત્યારબાદ નવી મુંબઈની ન્હાવા-શેવા ટ્રાફિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. બધાએ મળીને મહિલાનો જીવ બચાવ્યો હતો.

ટ્રાફિક પોલીસકર્મીઓના નામ બહાર આવ્યા

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આત્મહત્યાનો પ્રયાસ કરનારી 56 વર્ષીય મહિલા મુલુંડ વિસ્તારમાં રહેતી હતી. ત્યાં હાજર ટ્રાફિક પોલીસકર્મીઓના નામ લલિત શિરસાઠ, કિરણ માત્રે, યશ સોનાવણે, મયુર પાટીલ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં પણ 38 વર્ષના એક એન્જિનિયરે અટલ સેતુ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી.