‘ટેલેન્ટેડ અભિનેતા સાથે મુલાકાત’, જુઓ અમિત શાહની આ પોસ્ટ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિગ્ગજ અભિનેતા નાના પાટેકર સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી છે. તેમજ તેમણે જણાવ્યું કે મીટિંગમાં કયા વિષયો પર વાતચીત કરવામાં આવી.

અમિત શાહે નાના પાટેકર સાથેની તસવીર શેર કરતાં લખ્યું કે, ‘ખૂબ જ ટેલેન્ટેડ અભિનેતા નાના પાટેકર જી સાથે મુલાાત થઈ. સામાજીત બદલાવમાં તેમની ભૂમિકા અને ફિલ્મો વિશે સારી ચર્ચા અને વાતચીત કરવામાં આવી.” અમિત શાહે શેર કરેલી એખ તસવીરમાં તે અભિનેતા ભેટતા જોવા મળે છે. જ્યારે અન્ય એક તસવીરમાં તેઓ બંને ચર્ચા કરતા દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Amit Shah (@amitshahofficial)

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ 2023માં, અમિત શાહે ફિલ્મો, સામગ્રી વિશે વાત કરી અને ઉત્તર વિરુદ્ધ દક્ષિણ ચર્ચાને સંબોધિત કરી. તેમણે કહ્યું હતું કે “આપણે કોઈપણ વ્યક્તિ પર ગર્વ કરવો જોઈએ જે ભારતને ઓસ્કાર આપે છે, અને અમને ગર્વ છે. પરંતુ દેખીતી રીતે ઉત્તર-દક્ષિણ વિભાજન ખરેખર ઉત્તર-દક્ષિણ વિભાજન નથી. હું ખૂબ જ ઉત્સાહથી ફિલ્મો જોઉં છું. દક્ષિણ ભારતીય ફિલ્મો ઘણી સારી કમાણી કરી રહી છે. મેં આ વલણનું ખૂબ કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યું છે. ભારતીય પરંપરાઓ, ભારતીય સંસ્કૃતિ અને ‘ભારતીયતા’ વિશેની ફિલ્મોએ કામ કર્યું છે અને તેને હૃદયપૂર્વક સ્વીકારવામાં આવી છે .”

જો નાના પાટેકરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેમની ‘વનવાસ’ફિલ્મ રિલીઝ થઈ છે. અનિલ ર્શમાની વનવાસ ફિલ્મમાં નાના પાટેકર સિવાય પણ અન્ય જાણીતા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.