ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે પોતાની બીજી મેચ રમી રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. વિરાટે એક ખાસ યાદીમાં દુનિયાના તમામ બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. તેણે પોતાના નામે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી સચિન તેંડુલકરના નામે હતો, જેને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે.
1⃣4⃣0⃣0⃣0⃣ ODI RUNS for Virat Kohli 🫡🫡
And what better way to get to that extraordinary milestone 🤌✨
Live ▶️ https://t.co/llR6bWyvZN#TeamIndia | #PAKvIND | #ChampionsTrophy | @imVkohli pic.twitter.com/JKg0fbhElj
— BCCI (@BCCI) February 23, 2025
વિરાટ કોહલીની ઐતિહાસિક સિદ્ધિ
પાકિસ્તાન સામેની આ મેચમાં 15 રન બનાવીને વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પોતાના 14,000 રન પૂરા કર્યા. તમને જણાવી દઈએ કે, વિરાટ વિશ્વનો ફક્ત ત્રીજો બેટ્સમેન છે જેણે ODI માં 14 હજાર રનનો આંકડો સ્પર્શ્યો છે. વિરાટ પહેલા સચિન તેંડુલકર અને શ્રીલંકાના કુમાર સંગાકારા આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. પરંતુ વિરાટ કોહલીએ વનડેમાં સૌથી ઝડપી 14,000 રન પૂરા કર્યા છે. સચિન તેંડુલકરે 359 મી મેચની 350મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે, વિરાટ કોહલીએ 299મી મેચની 287મી ઇનિંગમાં આ કારનામું કર્યું છે.
𝐑𝐢𝐝𝐢𝐧𝐠 𝐚𝐥𝐨𝐧𝐠𝐬𝐢𝐝𝐞 𝐥𝐞𝐠𝐞𝐧𝐝𝐬 👑
Virat Kohli joins Sachin Tendulkar & Kumar Sangakkara in the 14k ODI runs club 🤩 pic.twitter.com/2GmnWcZzcK
— ICC (@ICC) February 23, 2025
ખાસ વાત એ છે કે વિરાટ કોહલી પહેલા સચિન તેંડુલકરે પણ પાકિસ્તાન સામે રમાયેલી મેચ દરમિયાન વનડેમાં પોતાના 14,000 રન પૂરા કર્યા હતા. સચિને 6 ફેબ્રુઆરી 2006ના રોજ પેશાવરમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે વિરાટ કોહલીએ દુબઈમાં પાકિસ્તાન સામે આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું છે. તમને જણાવી દઈએ કે, વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ ત્રીજા સ્થાને છે. કુમાર સંગાકારા 14,234 રન સાથે બીજા સ્થાને છે અને સચિન 18,426 રન સાથે પ્રથમ સ્થાને છે.
ODI ફોર્મેટમાં સૌથી વધુ સદીઓ
વિરાટ કોહલી ODI ફોર્મેટના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે. તેણે આ ફોર્મેટમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ વિરાટના નામે છે. તેણે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 50 સદી ફટકારી છે. આ યાદીમાં પણ તેણે સચિન તેંડુલકરને હરાવ્યો હતો. સચિન તેંડુલકરે પોતાની વનડે કારકિર્દી દરમિયાન 49 સદી ફટકારી હતી. પરંતુ 2023ના ODI વર્લ્ડ કપ દરમિયાન, વિરાટે તેમને પાછળ છોડી દીધા.
