ફિલ્મ નિર્માતા અને અભિનેતા એસએસ સ્ટેનલીનું ચેન્નાઈમાં નિધન

તમિલ ફિલ્મ દિગ્દર્શક અને અભિનેતા એસએસ સ્ટેનલીનું 15 એપ્રિલ, 2025ના રોજ એટલે કે આજે ચેન્નાઈમાં અવસાન થયું. તેમની સારવાર એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓ 58 વર્ષના હતા. પીઢ અભિનેતાના મૃત્યુના સમાચાર મળતા જ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકનો માહોલ છવાઈ ગયો.


તેમના મૃત્યુના સમાચાર બાદ શુભેચ્છકો અને ફિલ્મ પ્રેમીઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. તે ‘રાવનન’, ‘આંદાવન કટ્ટલાઈ’, થલપતિ વિજયની ‘સરકાર’ અને વિજય સેતુપતિની ‘મહારાજા’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેઓ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં તેમના મજબૂત અભિનય અને પાત્રો માટે જાણીતા હતા.

ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે લખ્યું ‘દિગ્દર્શક-અભિનેતા એસએસ સ્ટેનલીનું અવસાન થયું છે. એપ્રિલ માધાથિલ મારી પ્રિય ફિલ્મોમાંની એક હતી. જ્યારે અન્ય એકે પોસ્ટ કર્યું, ‘એપ્રિલ માધાથિલ, પુધુકોટ્ટાયલીરુન્ધુ સરવનન, મર્ક્યુરી પૂકલના ડિરેક્ટર #SSStanleyનું અવસાન થયું. તેમના આત્માને શાંતિ મળે. ડીટી નેક્સ્ટ અનુસાર, એસએસ સ્ટેનલીના અંતિમ સંસ્કાર આજે સાંજે વલસારવક્કમ ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

એસ.એસ. સ્ટેનલીએ પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ મહેન્દ્રન અને શશી સાથે કરી હતી. એક દાયકાથી વધુ સમય સુધી સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યા પછી તેમણે 2002 માં ‘એપ્રિલ માધાથિલ’ થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી. શ્રીકાંત અને સ્નેહા અભિનીત આ કેમ્પસ રોમાન્સ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. આ પછી તેણે 2004માં ધનુષ અભિનીત ફિલ્મ ‘પુધુકોટ્ટાઇયિલિરંધુ સરવણન’ બનાવી. જોકે, આ ફિલ્મ સેમી હિટ રહી હતી.

બાદમાં તેમણે રવિ કૃષ્ણ અને સોનિયા અગ્રવાલ અભિનીત એક નવી ફિલ્મ પર કામ કરવાનું શરૂ કર્યું. કમનસીબે નાણાકીય નુકસાનને કારણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું અને એસએસ સ્ટેનલીએ ફિલ્મ નિર્માણમાંથી વિરામ લીધો. તેમણે શ્રીકાંત સાથે બે વધુ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં મર્ક્યુરી પૂક્કલનો સમાવેશ થાય છે. તેમની છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ કિઝાક્કુ કદલકરાઈ સલાઈ (2006) હતી. ફ્લોપ થતાં જ તેમણે દિગ્દર્શન બંધ કરી દીધું. એસએસ સ્ટેનલીએ બાદમાં ‘પેરિયાર’ (2007) જેવી ફિલ્મોમાં વાપસી કરી, જેમાં તેમણે સીએન અન્નાદુરાઈની ભૂમિકા ભજવી હતી. તેણે ચિયાન વિક્રમની ‘રાવનન’, ‘આંદાવન કટ્ટલાઈ’, થલપતિ વિજયની ‘સરકાર’ અને વિજય સેતુપતિની ‘મહારાજા’ જેવી ફિલ્મોમાં પણ કામ ક
ર્યું હતું.