‘સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી’, પોસ્ટમોર્ટમ કરનાર વ્યક્તિએ કર્યો દાવો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના બે વર્ષ પછી તેનું પોસ્ટમોર્ટમ કરાવનાર વ્યક્તિએ હવે દાવો કર્યો છે કે બોલીવુડ અભિનેતાનું મૃત્યુ આત્મહત્યાથી નથી થયું, પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સુશાંતનું પોસ્ટમોર્ટમ કરાવનાર રૂપકુમાર શાહે પણ આવો જ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે અભિનેતાના શરીર અને ગરદન પર ઘણા નિશાન છે.

સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020 ના રોજ ઉપનગરીય બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો અને તેની સંપત્તિનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ‘મેરે ડૅડ કી મારુતિ’ અને ‘જલેબી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી રિયાને સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ ટ્રાફિકિંગ કેસમાં 28 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

Timenow.com અનુસાર શાહે TV9 ને કહ્યું, જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું, તે દરમિયાન અમને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં પાંચ મૃતદેહ મળ્યા. એ પાંચ મૃતદેહોમાંથી એક વીઆઈપી બોડી હતી. જ્યારે અમે પોસ્ટમોર્ટમ કરવા ગયા તો અમને ખબર પડી કે VIP બોડી સુશાંતની છે અને તેના શરીર પર ઘણા નિશાન હતા. તેના ગળા પર પણ બે થી ત્રણ નિશાન હતા. પોસ્ટમોર્ટમ રેકોર્ડ કરવાની જરૂર હતી, પરંતુ ઉચ્ચ અધિકારીઓને માત્ર મૃતદેહના ફોટોગ્રાફ્સ લેવા માટે કહેવામાં આવ્યું હતું. તેથી અમે ફક્ત તે આદેશોનું પાલન કર્યું.

Sushant Singh Rajput

આટલું જ નહીં પોસ્ટમોર્ટમ કરનાર વ્યક્તિએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓને સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હોવાની જાણ કરવા છતાં, તેને ‘નિયમો અનુસાર’ કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું. શાહે કહ્યું, ‘જ્યારે મેં પહેલીવાર સુશાંતનો મૃતદેહ જોયો, ત્યારે મેં તરત જ મારા ઉપરી અધિકારીઓને જાણ કરી કે મને લાગે છે કે આ આત્મહત્યા નથી, પરંતુ હત્યા છે. મેં તેને એમ પણ કહ્યું કે આપણે નિયમો પ્રમાણે કામ કરવું જોઈએ. જો કે, મારા સિનિયર્સે મને કહ્યું કે જલદી તસવીરો ક્લિક કરો અને મૃતદેહ પોલીસને સોંપી દો. તેથી અમે રાત્રે જ પોસ્ટમોર્ટમ કર્યું.