ફ્રેન્ચ ઓપન મહિલા ડબલ્સઃ સાનિયા-લ્યૂસી બીજા રાઉન્ડમાં

પેરિસઃ ભારતની છ-વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બનેલી સાનિયા મિર્ઝા-મલિક અને એની ચેક જોડીદાર લ્યૂસી રેડેકાએ ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ સ્પર્ધામાં મહિલાઓની ડબલ્સનો પહેલો રાઉન્ડ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. બંનેએ ગઈ કાલે પહેલા રાઉન્ડમાં ઈટાલીની જેસ્મિન પાઓલીની અને માર્ટિના ટ્રેવિસનને 4-6, 6-2, 6-1થી પરાજય આપ્યો હતો. હવે બીજા રાઉન્ડમાં સાનિયા અને લ્યૂસીનો મુકાબલો સ્લોવેનિયાની કાજા જુવાન અને તામારા ઝીડેન્સેક સામે થશે.

પુરુષ ડબલ્સમાં બોપન્ના ક્વાર્ટર ફાઈનલમાં

ભારતનો રોહન બોપન્ના એના ડચ જોડીદાર મેટ્વે મિડેલકૂપ સાથે બે રાઉન્ડ જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો છે. ગઈ કાલે બંનેએ બીજા રાઉન્ડમાં કઝાખસ્તાનના હરીફોને 6-3, 6-4થી હરાવ્યા હતા. હવે ત્રીજા રાઉન્ડમાં એમનો મુકાબલો ક્રોએશિયાના નિકોલા મેક્ટીક અને મેટ પેવિચની જોડી સામે થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]