મુંબઈ ઈન્ડિયન્સ ફેમિલીમાં બે નવી ટીમની એન્ટ્રી

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સે આજે બે નવી ટીમના નામની જાહેરાત કરી છે. સાથોસાથ, એ ટીમોનો લોગો પણ જાહેર કર્યો છે. આ બંને ટીમ યૂએઈ ટ્વેન્ટી-20 લીગ અને દક્ષિણ આફ્રિકા ટ્વેન્ટી-20 લીગ સ્પર્ધાઓમાં રમવાની છે. યૂએઈ T20 લીગ માટે ‘MI એમિરેટ્સ’ ટીમ છે જ્યારે દક્ષિણ આફ્રિકા T20 લીગ માટે ‘MI કેપટાઉન’ ટીમ છે. દુનિયાભરમાં ભારતની આઈપીએલ સ્પર્ધાએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

(તસવીર સૌજન્યઃ https://www.mumbaiindians.com/)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડનાં ડાયરેક્ટર નીતા અંબાણીએ એમની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું છે કે અમારાં વન ફેમિલીમાં ‘Mi Emirates’ અને ‘Mi Cape Town’ ટીમોનું સ્વાગત કરવાનો મને ખૂબ આનંદ છે. મને ખાતરી છે કે એમઆઈ એમિરેટ્સ અને એમઆઈ કેપટાઉન ટીમો અમારા જાગતિક ક્રિકેટ વારસાને વધારે ઊંચાઈ પર લઈ જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]