રહાણેએ વડાપાવ સાથે તસવીર શેર કરી તો સચિને આપ્યો આ જવાબ

નવી દિલ્હી: ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ વડાપાવ સાથે પોતાની એક તસવીર શેર કરી છે. સાથે તેમણે તેમના ચાહકોને સવાલ પૂછયો છે કે, તમને કયા પ્રકારનું વડાપાવ પસંદ છે. રહાણેએ એ તસવીર ટ્વિટ કરતા લખ્યું કે, તમને તમારું વડાપાવ કયા પ્રકારનું પસંદ છે?

ચા સાથે વડાપાવ, ચટણી સાથે વડાપાવ કે માત્ર એકલું વડાપાવ. રહાણેના આ ટ્વિટ પર તેમના અનેક પ્રશંસકોએ પ્રતિક્રિયા આપી પણ રહાણેના સવાલનો મહાન ક્રિકેટર સચિન તેડુંલકરે પણ જવાબ આપ્યો છે. સચિને પણ જણાવ્યું કે તેમને કયા પ્રકારનું વડાપાવ પસંદ છે.

સચિને રહાણેના ટ્વિટનો જવાબ આપતા લખ્યું કે, ‘મને વડાપાવ લાલ ચટણીની સાથે પસંદ છે, જેમાં થોડી લીલી ચટણી અને થોડી ખાટી ચટણી ભેળવેલી હોય આ કોમ્બિનેશન મને લાજવાબ લાગે છે. જેનો જવાબ આપતા રહાણેએ લખ્યું કે, ગ્રેટ કોમ્બિનેશન.

ઉલ્લેખનીય છે કે, 46 વર્ષીય સચિનને વડાપાવ ખૂબ જ પસંદ છે. સચિને અગાઉ મારઠી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને મારા પુત્ર અર્જૂન સાથે શિવાજી પાર્ક જીમખાનામાં વડાપાવ ખાવું ખૂબ જ પસંદ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]