મુંબઈ: બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સતત વિવાદોમાં રહે છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યા છે. તેમના પર ફરી એકવાર મુશ્કેલી આવી છે. ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની 97.9 રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
આ છે શિલ્પા શેટ્ટીની નેટવર્થ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી ખૂબ જ વૈભવી જીવન જીવવાનું પસંદ કરે છે. તે ફિલ્મો અને શો માટે જાહેરાતો અને ફિટનેસ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ માટે ભારે રકમ ચાર્જ કરે છે. રિપોર્ટ્સનું માનીએ તો શિલ્પા શેટ્ટીની કુલ સંપત્તિ 140 કરોડ રૂપિયાની આસપાસ છે. તે રિયાલિટી શો અને ઘણા બિઝનેસ પણ કરે છે. તેમની કેટલીક રેસ્ટોરાં પણ ચાલે છે. કહેવાય છે કે તે જાહેરાત માટે 1 કરોડ રૂપિયા ફી લે છે. શિલ્પા 2019 થી મુંબઈ સ્થિત બાસ્ટિયન રેસ્ટોરન્ટની માલિક પણ છે. આમાં તેનો 50 ટકા હિસ્સો છે.
શિલ્પા પોતાનો સ્ટુડિયો પણ ચલાવે છે
ફિલ્મો અને રેસ્ટોરાં ઉપરાંત શિલ્પા પાસે SPS સ્ટુડિયો નામનો VFX સ્ટુડિયો પણ છે. રિપોર્ટ્સ અનુસાર શિલ્પાએ તેમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમાં વિઝ્યુઅલ ઈફેક્ટને લગતું કામ કરવામાં આવે છે. તેણે વર્ષ 2022માં સંદીપ માને સાથે મળીને તેની સ્થાપના કરી હતી. શિલ્પા શેટ્ટીની પોતાની ફેશન બ્રાન્ડ પણ છે, જેનું નામ ડ્રીમ એસએસ છે. આ બધા સિવાય શિલ્પા રિયાલિટી શો અને ફિટનેસ એપમાંથી પણ કમાણી કરે છે.
શિલ્પા ભાગ્યે જ સિનેમામાં જોવા મળે છે
શિલ્પાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો 2007માં ફિલ્મ ‘અપને’ રિલીઝ થયા બાદ તે ભાગ્યે જ સિનેમામાં જોવા મળી છે. શિલ્પા શેટ્ટી ગયા વર્ષે 2023માં આવેલી ફિલ્મ સુખીમાં લીડ રોલમાં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.
રાજ કુન્દ્રા પણ કરોડોના માલિક છે
રાજ કુન્દ્રા એક સાથે અનેક બિઝનેસ સંભાળે છે. રાજ કુન્દ્રાની કુલ સંપત્તિ 2800 કરોડ રૂપિયા છે. વિશ્વના સૌથી અમીર બ્રિટિશ એશિયન બિઝનેસમેનની યાદીમાં પણ તેમનો સમાવેશ થાય છે. રાજ કુન્દ્રા રાજસ્થાન રોયલ્સના સહ-સ્થાપક અને સહ-માલિક પણ છે.
નોંધનીય છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં ફરીથી EDના નિશાના પર આવ્યા છે. ED દંપતીના ઘર અને ઓફિસની સર્ચ કરી રહી છે. EDએ માત્ર રાજ કુન્દ્રાના ઘરની જ નહીં પરંતુ આ કેસ સાથે જોડાયેલા અન્ય લોકોના ઘરની પણ સર્ચ કરી છે. આ તપાસ મોબાઈલ એપ્સ દ્વારા પોર્ન કન્ટેન્ટ બનાવવા અને ફેલાવવા સાથે સંબંધિત છે.