પહેલગામ હુમલા બાદ બંધ કરાયેલા સાત પર્યટન સ્થળો ફરી ખુલ્યા

જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે સોમવારે કાશ્મીર ખીણના સાત મુખ્ય પર્યટન સ્થળો ફરીથી ખોલ્યા, જે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સાવચેતીના પગલા તરીકે બંધ કરવામાં આવ્યા હતા. શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની અધ્યક્ષતામાં મળેલી યુનિફાઇડ હેડક્વાર્ટરની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજે UHQ બેઠકમાં વિગતવાર સુરક્ષા સમીક્ષા અને ચર્ચા બાદ, જમ્મુ અને કાશ્મીર વિભાગોમાં અસ્થાયી રૂપે બંધ કરાયેલા અનેક પર્યટન સ્થળોને ફરીથી ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. 22 એપ્રિલના રોજ પહેલગામના બાયસરન વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. હુમલા બાદ, વહીવટીતંત્રે ખીણ અને જમ્મુ ક્ષેત્રમાં આશરે 50 પર્યટન સ્થળો બંધ કરી દીધા હતા.