T20 વર્લ્ડ કપ 2024 શેડ્યૂલ: T20 વર્લ્ડ કપ આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. રમતના સૌથી ટૂંકા ફોર્મેટના વર્લ્ડ કપની તૈયારીઓ ખૂબ જ ઝડપી ગતિએ થઈ રહી છે. આઈસીસીએ વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત 20 ટીમો ભાગ લેવા જઈ રહી છે. જ્યાં તમામ ટીમોને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે, ત્યાં દરેક ગ્રૂપમાં કુલ પાંચ ટીમો હશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 01 જૂને રમાશે. ફાઇનલ મેચ 29 જૂને રમાવાની છે. વિશ્વ કપની તમામ મેચો કુલ 9 સ્થળોએ રમાશે. કુલ 55 મેચોનું આયોજન થવાનું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 1 જૂનથી યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે. ICC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન એક જ ગ્રુપનો ભાગ છે.
Get ready for the ultimate cricket carnival in the West Indies and the USA 🥁
Unveiling the fixtures for the ICC Men’s T20 World Cup 2024 🗓️ 🤩#T20WorldCup | Details 👇
— ICC (@ICC) January 5, 2024
ટીમ ઈન્ડિયા આ ગ્રુપનો ભાગ
ટીમ ઈન્ડિયા ગ્રુપ Aનો ભાગ છે. જ્યાં પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા અને યજમાન યુએસએ પણ આ જ ગ્રુપમાં છે. ભારતે તેની પ્રથમ મેચ 05 જૂને રમવાની છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમાશે. આ મેચ ન્યૂયોર્કમાં રમાશે. આ મેચ બાદ વર્લ્ડ કપની સૌથી મોટી મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાશે. જ્યાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનની ટીમ સામસામે ટકરાશે. વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત તેની ત્રીજી ગ્રુપ સ્ટેજ મેચ 12 જૂને અમેરિકા સામે ન્યૂયોર્કમાં અને ચોથી લીગ મેચ કેનેડા સામે 15 જૂને ફ્લોરિડામાં રમશે. ભારત તેની ગ્રુપ સ્ટેજની મેચો યુએસમાં રમશે અને જો ક્વોલિફાય થશે તો સુપર 8 મેચ યુએસમાં રમાશે.
- ભારત વિ આયર્લેન્ડ – 05 જૂન (ન્યૂ યોર્ક)
- ભારત વિ પાકિસ્તાન – 09 જૂન (ન્યૂયોર્ક)
- ભારત વિ યુએસએ – 12 જૂન (ન્યૂ યોર્ક)
- ભારત વિ કેનેડા – 15 જૂન (ફ્લોરિડા)
ગ્રુપ સ્ટેજ પછી શું?
T20 વર્લ્ડ કપ 2024ની તમામ ગ્રુપ સ્ટેજની મેચો 18 જૂન સુધી રમાશે. જ્યાં દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમો આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકશે. 20 ટીમોમાંથી માત્ર 8 ટીમો આગલા રાઉન્ડમાં એટલે કે સુપર 8માં ભાગ લેશે. સુપર 8 રાઉન્ડ 19 જૂનથી 24 જૂન સુધી રમાશે. સુપર 8 રાઉન્ડ પછી સેમિફાઇનલ મેચો રમાશે. પ્રથમ સેમિફાઇનલ 26મી જુલાઇએ અને બીજી સેમીફાઇનલ 29મી જુલાઇએ રમાશે. બંને સેમિફાઈનલની વિજેતા ટીમો વચ્ચે ફાઈનલ મેચ 29 જુલાઈના રોજ રમાશે.
T20 વર્લ્ડ કપ માટે તમામ ટીમોનું જૂથ
ગ્રુપ A
- ભારત
- પાકિસ્તાન
- આયર્લેન્ડ
- કેનેડા
- યુએસએ
ગ્રુપ B
- ઈંગ્લેન્ડ
- ઓસ્ટ્રેલિયા
- નામીબિયા
- સ્કોટલેન્ડ
- ઓમાન
ગ્રુપ C
- ન્યુઝીલેન્ડ
- વેસ્ટ ઈન્ડિઝ
- અફઘાનિસ્તાન
- યુગાન્ડા
- પાપુઆ ન્યુ ગિની
ગ્રુપ D
- દક્ષિણ આફ્રિકા
- શ્રીલંકા
- બાંગ્લાદેશ
- નેધરલેન્ડ
- નેપાળ