મુંબઈ: બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન આજે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દરેક જણ અભિનેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સલમાને પોતાનો જન્મદિવસ બહેન અર્પિતાના ઘરે પરિવાર, મિત્રો અને નજીકના સંબંધીઓ વચ્ચે ઉજવ્યો હતો. કેક કાપતા ભાઈજાનની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે આ બધાની વચ્ચે અભિનેતા જામનગર જવા માટે રવાના થયા હતાં.
સલમાન ખાન ઝીશાન સિદ્દીકી સાથે જોવા મળ્યો
હવે, સલમાન અને ઝીશાન સિદ્દીકી મુંબઈના કલીના એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા. તેઓ જામનગરની ફ્લાઈટમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા. વિવાદો વચ્ચે પણ સલમાન ખાનનો સ્વેગ એકબંધ જોવા મળ્યો હતો. ઓલ બ્લેક લૂકમાં એક્ટર એકદમ ડેશિંગ લાગતો હતો. એરપોર્ટ પર મીડિયાને જોઈને સલમાને વેવ કર્યુ હતું. તેની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
જામનગર જવા રવાના થયા
રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે સલમાન ખાન તેનો જન્મદિવસ તેના મિત્રો સાથે જામનગરમાં ઉજવશે. તે જ સમયે, ઘણા લોકો કહે છે કે સુરક્ષા કારણોસર અભિનેતાએ આ વખતે જામનગરમાં તેનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું.
આજે સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર રિલીઝ થવાનું હતું. જોકે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે મેકર્સે ટીઝરને મોકૂફ રાખ્યું હતું. ફેન્સને માહિતી આપતા મેકર્સે કહ્યું કે હવે તે 28 ડિસેમ્બરે રિલીઝ થશે.
તમને જણાવી દઈએ કે એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત અને રશ્મિકા મંદાન્ના અભિનીત આ ફિલ્મ 2025ની ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ નવી જોડીને સાથે જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તે જ સમયે, રશ્મિકા મંદાન્ના પણ આ દિવસોમાં પુષ્પા 2ની સફળતાનો આનંદ માણી રહી છે.