બેડમિન્ટન ખેલાડીઓ સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપના સંબંધોમાં ફરી એકવાર મીઠાશ પાછી આવી છે. આ વર્ષે 16 જુલાઈના રોજ સાયના નેહવાલે એક પોસ્ટ શેર કરીને જાહેરાત કરી હતી કે તે પારુપલ્લી કશ્યપથી અલગ થઈ રહી છે. પરંતુ હવે આ કપલે યુ-ટર્ન લીધો છે. સાયના નેહવાલે 2 ઓગસ્ટના રોજ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે બંને ફરી સાથે આવી ગયા છે.
View this post on Instagram
એટલે કે, સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપે માત્ર 17 દિવસમાં પોતાના નિર્ણયથી યુ-ટર્ન લીધો છે. સાયના નેહવાલે ઇન્સ્ટાગ્રામ પર પારુપલ્લી કશ્યપ સાથેનો ફોટો શેર કરીને લખ્યું, ‘ક્યારેક અંતર તમને હાજરીનું મહત્વ શીખવે છે. સારું, અમે ફરીથી પ્રયાસ કરી રહ્યા છીએ.’
સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપે લગભગ 7 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. પારુપલ્લી કશ્યપ પણ બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યા છે. સાયના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપ ૧૯૯૭માં એક કેમ્પ દરમિયાન મળ્યા હતા. ત્યારબાદ બંનેએ હૈદરાબાદની પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં તાલીમ લીધી. ધીમે ધીમે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ, સાયના નેહવાલ અને પારૂપલ્લીએ ૨૦૧૮માં લગ્ન કર્યા.




