1 July થી બદલાઈ રહ્યા છે LPG, પેટ્રોલ અને સરકારી યોજનાઓના નિયમો

નવો મહિનો પોતાની સાથે કેટલાક મોટા નાણાકીય અને વહીવટી ફેરફારો લઈને આવી રહ્યો છે. 1 July 2026 થી દેશમાં તમારી રોજબરોજની જિંદગી અને ખિસ્સા સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો, ગાડી ચલાવો છો કે મુસાફરી કરો છો, તો આજ રાત્રે 12 વાગ્યા પહેલા આ 10 મોટા ફેરફારો વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.

1. LPG-PNG ડબલ કનેક્શન ધારકોને ઝટકો

સરકાર દ્વારા આપવામાં આવેલી 90 દિવસની મુદત 30 June ના રોજ પૂરી થઈ રહી છે. જે લોકો પાસે એલપીજી (LPG) અને પીએનજી (PNG) બંને કનેક્શન છે, તેમણે તેમાંથી એક કનેક્શન સરેન્ડર કરવાનું હતું. 1 July થી આવા લોકો નવા સિલિન્ડરનું બુકિંગ કરાવી શકશે નહીં. આ ઉપરાંત, જેમણે KYC પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તેમનો ગેસ સપ્લાય પણ અટકી શકે છે.

2. LPG ના ભાવમાં ઘટાડો થવાની સંભાવના

વૈશ્વિક તણાવ અને યુદ્ધના કારણે સર્જાયેલું ઉર્જા સંકટ હવે સુધરી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી તેલ અને ગેસના જહાજો સુરક્ષિત રીતે ભારત પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, આશા રાખવામાં આવી રહી છે કે સરકાર 1 July થી એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરીને જનતાને રાહત આપી શકે છે.

3. આધાર કાર્ડ ધારકોને મોટી રાહત (બચશે ₹75)

આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI એ 1 July થી એક ખાસ ભેટ આપી છે. જો તમે તમારા આધાર કાર્ડમાં ઇમેઇલ આઈડી (Email ID) અપડેટ કરવા માંગો છો, તો હવે ‘m-Aadhaar’ એપ દ્વારા આ કામ બિલકુલ મફતમાં થશે. અગાઉ આ સેવા માટે ₹75 નો ચાર્જ ચૂકવવો પડતો હતો.

4. રેલ્વેના નિયમોમાં ભારે કડકાઈ

1 July થી ભારતીય રેલ્વેમાં ટિકિટ વગર મુસાફરી કરનારાઓ અને રેલ્વે પરિસરમાં ગંદકી કે વ્યવસ્થા બગાડનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. સરકારના આ નવા કડક પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. હવે પકડાવા પર પહેલા કરતા વધુ ભારે દંડ અને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

5. પેટ્રોલ-ડીઝલ પરથી નિયંત્રણો હટશે

ઇંધણના ભાવ અને તેની ઉપલબ્ધતાને સરળ રાખવા માટે સરકાર 1 July થી પેટ્રોલ-ડીઝલ પર લાગેલા જૂના નિયંત્રણો હટાવવા જઈ રહી છે. આનાથી દેશના વિવિધ ભાગોમાં ઇંધણનો સપ્લાય વધુ સારો થશે. આ સાથે જ ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી નરમીને જોતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.

6. HDFC Bank: ક્રેડિટ કાર્ડ અને ટ્રાન્ઝેક્શનના નિયમો

HDFC બેંક તેના ક્રેડિટ કાર્ડ ધારકો અને કેટલાક ખાસ ટ્રાન્ઝેક્શન માટેના નિયમો અપડેટ કરી રહી છે. પસંદગીના ક્રેડિટ કાર્ડ્સ પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સ અને રિડેમ્પશન પોલિસીમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. યુટિલિટી બિલ પેમેન્ટ અને ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર મળતા પોઈન્ટ્સની મર્યાદા (Cap) માં સુધારો થઈ શકે છે. તદુપરાંત, CRED, Paytm અથવા અન્ય થર્ડ-પાર્ટી એપ્સ દ્વારા ક્રેડિટ કાર્ડથી કરાતા રેન્ટ પેમેન્ટ કે એજ્યુકેશન ફી પર પ્રોસેસિંગ ફી બદલાશે. સેવિંગ્સ એકાઉન્ટમાં એવરેજ મંથલી બેલેન્સ (AMB) ન રાખવા બદલ દંડ અને ચેકબુક/સ્ટેટમેન્ટના સર્વિસ ચાર્જમાં આંશિક ફેરફાર થશે.

7. SBI: ક્રેડિટ કાર્ડ અને IMPS ના નિયમો

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પણ 1 July થી નવા નિયમો લાગુ કરી રહી છે. SBI Cards એ ક્રેડિટ કાર્ડ્સ પર લાગતા ફાઇનાન્સ ચાર્જ અને લેટ પેમેન્ટ ફીના માળખામાં ફેરફાર કર્યો છે જે હવે અમલી બનશે. ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાના ચૂકવણા (Rent Payment) પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સ બંધ કે મર્યાદિત કરવામાં આવશે. ડિજિટલ બેંકિંગમાં ફ્રોડ રોકવા માટે YONO એપ અને ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા થતા IMPS ટ્રાન્ઝેક્શન માટે નવા સિક્યોરિટી ફીચર્સ અને ટાઇમ-વિન્ડો નિયમો લાગુ કરાશે.

8. નવી કાર ખરીદવી થશે મોંઘી

જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે આજ રાત્રે 12 વાગ્યા સુધીનો જ સમય છે. આવતીકાલ એટલે કે 1 July થી Kia Motors, Tata Motors અને MG જેવી દિગ્ગજ કંપનીઓ પોતાની ગાડીઓની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે.

9. પાસપોર્ટ બનાવવો હવે મોંઘો થશે

સરકારે ઘણા વર્ષો પછી પાસપોર્ટ ફીના માળખામાં મોટો ફેરફાર કર્યો છે. હવે સામાન્ય 36 પેજના પાસપોર્ટ માટે ₹1,000 વધુ એટલે કે ₹2,500 ચૂકવવા પડશે, જ્યારે વારંવાર વિદેશ પ્રવાસ કરનારાઓ માટે 60 પેજની બુકલેટની કિંમત સીધી ₹3,500 કરી દેવામાં આવી છે. જો કે, 8 વર્ષ સુધીના બાળકો અને 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને નવી પાસપોર્ટ અરજી પર 10% ની છૂટ મળતી રહેશે.

10. મનરેગા (MGNREGA) નો અંત, નવી યોજના લાગુ

દેશની સૌથી મોટી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાનો સફર 30 June ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 1 July થી કેન્દ્ર સરકાર તેની જગ્યાએ તદ્દન નવો કાયદો ‘વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G લાગુ કરવા જઈ રહી છે.

125 દિવસની રોજગારી: નવી યોજના હેઠળ ગ્રામીણ પરિવારોને નાણાકીય વર્ષમાં 100 દિવસના બદલે ઓછામાં ઓછા 125 દિવસની અકુશળ રોજગારીની કાનૂની ગેરંટી મળશે. સરકારનો નારો છે- “રોજગાર ભી, સમ્માન ભી”.

જૂના જોબ કાર્ડ: મનરેગા હેઠળ બનેલા જૂના જોબ કાર્ડ તરત જ બંધ નહીં થાય. જ્યાં સુધી નવા કાર્ડ જારી ન થાય ત્યાં સુધી જૂના અને e-KYC વેરિફાઇડ કાર્ડ માન્ય રહેશે. પાત્રતાના નિયમો પહેલા જેવા જ રહેશે.

પૉઝ પીરિયડ (Pause Period): ખેતીના વ્યસ્ત દિવસો (વાવણી અને લણણી) દરમિયાન રાજ્યોને વર્ષમાં કુલ 60 દિવસનો ‘પૉઝ પીરિયડ’ રાખવાની છૂટ મળશે. આ દરમિયાન યોજનાનું કામ બંધ રહેશે જેથી ખેડૂતોને ખેતરના કામ માટે સરળતાથી મજૂરો મળી રહે.