IPLમાં મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માની હરીફાઈ જગજાહેર છે. એક તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ધોની તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના રોહિત શર્મા. બંનેએ પોતાની ટીમને પાંચ-પાંચ વખત IPL ચેમ્પિયન બનાવી છે. જોકે, હવે ધોનીની IPL સફર પર પૂર્ણવિરામ મુકાયા બાદ રોહિતે તેમના માટે ખાસ સંદેશ શેર કર્યો છે.

રોહિતે ધોની માટે શું લખ્યું?
રોહિત શર્માએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, ‘શાનદાર IPL કરિયર માટે અભિનંદન ધોની ભાઈ. તમારી સાથે મેદાન શેર કરવું અને આટલાં વર્ષોમાં અનેક યાદગાર પળો વિતાવવી શાનદાર રહી. તમારા માટે ખૂબ જ સન્માન છે.’
રોહિતની આ પોસ્ટ બંને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેના પરસ્પર સન્માન અને વર્ષો જૂના સંબંધોને દર્શાવે છે. ધોનીની કેપ્ટનશિપમાં રોહિતે ભારતીય ક્રિકેટમાં પોતાની ઓળખ મજબૂત બનાવી હતી.
Congratulations on an incredible IPL career, Dhoni bhai. It’s been fun sharing the field and so many memories with you over the years. Much respect! https://t.co/EI4KqVRavv
— Rohit Sharma (@ImRo45) November 18, 2026
મુંબઈ ઈન્ડિયન્સે પણ ખાસ અંદાજમાં આપી વિદાય
મુંબઈ ઈન્ડિયન્સે પણ ધોની માટે ખાસ પોસ્ટ શેર કરી હતી. ફ્રેન્ચાઇઝીએ સૌપ્રથમ ટોસ દરમિયાન રોહિત અને ધોનીની એક તસવીર શેર કરી હતી. ત્યારબાદ એક એનિમેટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં બંને એક જ કારમાં મુસાફરી કરતા જોવા મળે છે, પરંતુ પછી ધોનીની કાર અલગ રસ્તે વળી જાય છે. આ વીડિયો દ્વારા બંને ટીમો વચ્ચેની લાંબા સમયની હરીફાઈને મજાકિયા અંદાજમાં રજૂ કરવામાં આવી હતી.
Moments like these make us go 🥹 https://t.co/n7Aq4cvGL6
— Mumbai Indians (@mipaltan) November 17, 2026
આ ઉપરાંત મુંબઈએ ધોની, રોહિત અને સૂર્યકુમાર યાદવનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આ ત્રણેય ખેલાડીઓએ ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ જીતાડ્યો છે. ધોનીએ 2007, રોહિતે 2024 અને સૂર્યકુમાર યાદવે 2026માં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. આ વીડિયો સાથે મુંબઈ ઈન્ડિયન્સે લખ્યું હતું,’આવી પળો અમને ભાવુક કરી દે છે.’






