ઈન્ડિયન આઈડલ સીઝન 16ના નવા એપિસોડ #YaadonKiPlaylistvમાં ધમાલ થવાની છે. આ અઠવાડિયે આ એપિસોડ 90 ના દાયકાની યાદોને વાગોળવામાં આવશે. જેમાં બોલિવૂડની અલ્ટિમેટ દિવા અને OG “ટિપ ટિપ” ગર્લ રવિના ટંડન મહેમાન બની એપિસોડને વધારે રસપ્રદ બનાવશે.

આ અંગે રવિના ટંડને કહ્યું કે,”ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર પગ મૂકવો એ મને લાઈવ કોન્સર્ટમાં હાજરી આપવા જેવું લાગે છે. યાદોં કી પ્લેલિસ્ટની થીમ સંપૂર્ણપણે નોસ્ટાલ્જીયા પર આધારિત છે કારણ કે તે 90ના દાયકાના બધા યાદગાર ગીતોને જીવંત કરે છે જેની સાથે આપણે મોટા થયા, નાચ્યા અને પરફોર્મ કર્યું. આ શોનો ભાગ બનવા માટે, આ અદ્ભુત યુવા ગાયકો સાથે તે પ્રતિષ્ઠિત ધૂનોને ફરીથી જીવંત કરવા માટે અને નવી યાદો બનાવતી વખતે જૂની યાદોને ઉજવવા માટે હું ખરેખર ઉત્સાહિત છું.”
રવિના ફક્ત જૂની યાદોને જ તાજી કરતી નથી, પરંતુ બાદશાહના જન્મદિવસ માટે એક મજેદાર ઉજવણી પણ કરે છે, જેમાં તેનો સદાબહાર ચાર્મ એપિસોડની થીમ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. તે આ ક્ષણને બીજા સ્તરે લઈ જાય છે, તે પરાઠા બનાવતી વખતે તેની સાથે સ્ટેજ શેર કરે છે. આગળ જે થાય છે તે આ સીઝનની સૌથી સુંદર, ‘માત્ર ઈન્ડિયન-આઈડલ પર’ ક્ષણોમાંની એક બની જાય છે.
રસોઈ ચેલેન્જ દરમિયાન, બાદશાહ મજાકમાં કહે છે, “રવીના જી, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને તમારી સાથે પરાઠા બનાવવાની તક મળશે!” રવિના પ્રેમથી તેને પરાઠા બનાવવામાં મદદ કરે છે એટલું જ નહીં, પણ પ્રેમથી તેને થોડું ખવડાવે છે. આ વિશેષ એપિસોડ ખૂબ જ રસપ્રદ રહેશે. સ્પર્ધકો રવિનાના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત હિટ ગીતો જેમ કે હંગામા હો ગયા થી લઈને અખિયોં સે ગોલી મારે સુધી, અને પ્લેલિસ્ટમાં મોખરે હોય એવા ઘણા અન્ય ચાર્ટબસ્ટર ગીતો સાથે સ્ટેજ પર આગ લગાવશે.


