રશ્મિકા મંદાના જીમમાં વર્કઆઉટ દરમિયાન ઘાયલ

મુંબઈ: અભિનેત્રી રશ્મિકા મંદાના જીમમાં વર્કઆઉટ કરતી વખતે ઘાયલ થઈ છે. તેણી તેની ફિલ્મ ‘સિકંદર’ ના અંતિમ શેડ્યૂલનું શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી રહી હતી અને શૂટિંગ ફરી શરૂ કરતા પહેલા જ તેને ઈજા થઈ હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશ્મિકાના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે તેને સ્વસ્થ થવા માટે થોડો વિરામ લેવાની સલાહ આપવામાં આવી છે.

જીમમાં કસરત દરમિયાન ઈજા

અહેવાલો અનુસાર, રશ્મિકા જીમમાં વર્કઆઉટ કરતી વખતે ઘાયલ થઈ ગઈ હતી. રશ્મિકાના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે તેને સ્વસ્થ થવા માટે થોડો વિરામ લેવાની સલાહ આપવામાં આવી છે. સૂત્રએ ઉમેર્યું,”રશ્મિકાને તાજેતરમાં જ જીમમાં ઈજા થઈ હતી અને તે આરામ કરી રહી છે અને સ્વસ્થ થઈ રહી છે. જોકે, આ કારણે તેના આગામી પ્રોજેક્ટ્સનું શૂટિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું છે. તેમ છતાં તે પહેલા કરતાં ઘણી સારી છે. તે ટૂંક સમયમાં સેટ પર કામ પર પરત ફરશે.”

મિડ-ડેના અહેવાલમાં જણાવાયું છે કે સલમાન અને રશ્મિકા મુંબઈમાં ‘સિકંદર’ના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ કરશે. તાજેતરમાં જ સલમાન ખાનના જન્મદિવસ પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર શેર કરતા સલમાને લખ્યું, “જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર… ખૂબ ખૂબ આભાર. આશા છે કે તમને સિકંદરનું ટીઝર ગમશે…”

રશ્મિકા મંદાન્નાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા 2’ માં જોવા મળી હતી. ‘પુષ્પા 2’ એ તાજેતરમાં બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. આ સાથે જ આ ફિલ્મ ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ. તેના આગામી કાર્યો વિશે વાત કરીએ તો, તેની પાસે આયુષ્માન ખુરાના સાથે ‘થામા’ અને વિક્કી કૌશલ સાથે ‘છાવા’ છે.