રામોજી ફિલ્મ સિટીના સ્થાપક અને પ્રોડયુસર રામોજી રાવનું નિધન

8 જૂન, 2024 ના રોજ વહેલી સવારે રામોજી ગ્રુપના સ્થાપક રામોજી રાવનું નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 87 વર્ષીય રામોજી રાવને 5 જૂને ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રામોજી રાવ છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા. અહેવાલો અનુસાર, તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટીમાં તેમના નિવાસસ્થાને લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં પરિવાર, મિત્રો અને ચાહકો તેમની અંતિમ ઝલક જોઈ શકશે અને તેમને વિદાય આપી શકશે.

રામોજી રાવનું સાચું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. 16 નવેમ્બર 1936ના રોજ એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા રામોજી રાવે બિઝનેસ અને ફિલ્મોની દુનિયામાં ઘણું નામ કમાવ્યું હતું. તેમણે રામોજી ગ્રૂપની સ્થાપના કરી, જેમાં વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી, ETV નેટવર્ક, ડોલ્ફિન હોટેલ્સ, માર્ગદર્શી ચિટફંડ અને ઈનાડુ તેલુગુ અખબારનો પણ સમાવેશ થાય છે.

રામોજી રાવ નેટ વર્થ
‘નેટવર્થ જ્ઞાન’ અનુસાર, રામોજી રાવની સંપત્તિ 4.7 અબજ ડૉલરથી વધુ છે, જેને રૂપિયામાં રૂપાંતર કરીએ તો 41,706 કરોડ રૂપિયા થાય છે. રામોજી રાવનું ઉષાકિરણ મૂવીઝ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. તેના બેનર હેઠળ તેણે ઘણી સુપરહિટ તેલુગુ ફિલ્મો આપી છે.

રામોજી રાવની કારકિર્દી અને સન્માન
રામોજી રાવના કરિયરની વાત કરીએ તો તેમણે વર્ષ 1984માં ફિલ્મોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું. તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી, જેમાં ‘પ્રતિઘાત’, નુવવે કવાલી, વીધી અને ‘થોડા તુમ બદલો થોડા હમ’નો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ 2000માં તેમણે ફિલ્મ ‘નવી કવલી’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો, જ્યારે વર્ષ 2016માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

રામોજી રાવનો પરિવાર અને બાળકો
રામોજી રાવના પરિવારની વાત કરીએ તો તેમની પત્નીનું નામ રમા દેવી છે અને તેમને બે પુત્રો હતા. નાનો પુત્ર ચેરુકુરી સુમન 2012માં લ્યુકેમિયાથી મૃત્યુ પામ્યો હતો. મોટા પુત્રનું નામ કિરણ પ્રભાકર છે.