પુતિન ઝેલેન્સ્કી સાથે સીધી વાત કરવા તૈયાર, રશિયાનું મોટું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા પછી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં એક નવો વળાંક આવી રહ્યો હોય તેવું લાગે છે. રશિયાએ મંગળવારે આ યુદ્ધ પર એક મોટું નિવેદન આપ્યું છે. ક્રેમલિને મંગળવારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જો જરૂરી હોય તો વોલોડીમીર ઝેલેન્સકી સાથે વાત કરવા તૈયાર છે. જોકે, આ સમય દરમિયાન રશિયાએ યુક્રેનિયન રાષ્ટ્રપતિ તરીકે ઝેલેન્સકીની કાયદેસરતા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પહેલા, મંગળવારે સાઉદી અરેબિયામાં યુએસ અને રશિયન અધિકારીઓએ એક હાઇ પ્રોફાઇલ બેઠક યોજી હતી. મંગળવારે, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મીડિયાને જણાવ્યું: “પુતિને પોતે કહ્યું હતું કે જો જરૂરી હોય તો તેઓ ઝેલેન્સકી સાથે વાટાઘાટો કરવા તૈયાર છે.” તેમણે વધુમાં કહ્યું, “જોકે, કરારોના કાનૂની આધાર પર ચર્ચા કરવાની જરૂર છે કારણ કે સત્ય એ છે કે ઝેલેન્સકીની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવી શકાય છે.