રશિયામાં PM મોદી માટે ખાસ વ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર તેઓ બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા છે. PM મોદી રાજધાની મોસ્કો પહોંચી ગયા છે.ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર જ તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો સાથે સાથે વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

એરપોર્ટ પર જ વડાપ્રધાન મોદીના સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાંથી તેઓ હોટલ ગયા હતા. જ્યાં રશિયન કલાકારો દ્વારા ગરબા અને ડાન્સ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન ભારતીય વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા. આ દરમિયાન મોસ્કોની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે 70-100 વિદ્યાર્થીઓએ તિરંગા ઝંડા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું અને પીએમએ તેમની સાથે પણ વાત કરી હતી.

પુતિન પીએમ મોદીને ડિનર માટે હોસ્ટ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8-9 જુલાઈના રોજ બે દિવસીય રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ અહીં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખાસ મુલાકાત કરવાના છે. વડાપ્રધાનના મોસ્કોમાં આગમન અને કાર્યક્રમો બાદ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ મોસ્કોની બહારના ભાગમાં તેમના ડાચા ખાતે પીએમને ખાનગી રાત્રિભોજન માટે હોસ્ટ કરશે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો ડિનર કાર્યક્રમ ખાસ માનવામાં આવે છે

રાત્રિભોજન કાર્યક્રમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ખાસ માનવામાં આવે છે, જે સામાન્ય રીતે સંબંધિત દેશો સાથે રશિયાના વધુ સારા સંબંધોને પ્રતિબિંબિત કરે છે. PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન પ્રાઈવેટ ડિનર પર ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. રશિયાએ પણ વડાપ્રધાનની મુલાકાત દરમિયાન પશ્ચિમી દેશોની ઝાટકણી કાઢી છે. રાષ્ટ્રપતિ પુતિનના પ્રેસ સેક્રેટરીએ ગઈ કાલે કહ્યું હતું કે પશ્ચિમી દેશો પીએમ મોદીની રશિયા મુલાકાતને ‘ઈર્ષ્યા’થી જોઈ રહ્યા છે. PM મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાની તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન અજાણ્યા સૈનિકના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે.