ફ્રાન્સના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં વસતા પ્રવાસી ભારતીય સમુદાયને એક ભવ્ય કાર્યક્રમમાં સંબોધિત કર્યા હતા. પોતાના પ્રભાવશાળી ભાષણમાં તેમણે સરકારના ગત 12 વર્ષના શાસનની મજબૂત ગાથા રજૂ કરવાની સાથે ભવિષ્યના સમૃદ્ધ ભારતનો એક અદ્ભુત રોડમેપ દુનિયાની સામે મૂક્યો હતો. પીએમ મોદીએ ગર્વ સાથે કહ્યું કે, “આ સમય ભારતની આકાંક્ષાઓનો એક નવો યુગ છે. આજનો ભારત કોઈ ત્રાજવા કે જૂની પુરાણી સિદ્ધિઓથી માપી શકાય તેમ નથી. ભારતના નાગરિકો હવે પોતાના જીવન ધોરણને અને દેશને આગામી ઉચ્ચ સ્તરે (Next Level) જોવા માંગે છે.”
There are many instances of how India has witnessed tech-powered transformation. @VivaTech pic.twitter.com/VUQHVox3uH
— Narendra Modi (@narendramodi) June 18, 2026
લોકશાહીની તાકાતે ચાવાળાને દેશનો પ્રધાનસેવક બનાવ્યો
ભાવુક અંદાજમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, “આજે હું એવા સમયે ફ્રાન્સ આવ્યો છું, જ્યારે હજુ થોડા દિવસો પહેલા જ અમારી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થયા છે. દેશની જનતા દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 12 વર્ષ સુધી રાષ્ટ્રની સેવા કરવાનો મોકો મળવો એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. આ ભારતના મજબૂત લોકતંત્ર (Democracy) ની જ અસીમ શક્તિ છે જેણે એક સામાન્ય ચાવાળાને દેશના આ સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચાડી દીધો.” તેમણે ફ્રાન્સમાં વસતા ભારતીયોના વખાણ કરતા કહ્યું કે, તમે લોકોએ 21મી સદીમાં ભારત અને ફ્રાન્સના સંબંધોને જે નવી ઊંચાઈ આપી છે, તે આપણી વ્યુહાત્મક ભાગીદારીની અસલી તાકાત છે.
Be it space technology or nuclear energy, India is expanding the frontiers of human capability.@VivaTech pic.twitter.com/36UXpxcDX2
— Narendra Modi (@narendramodi) June 18, 2026
હવે માત્ર સુવિધા નહીં, ‘સ્માર્ટ લિવિંગ’ ની આકાંક્ષા
બદલાતા ભારતની તસવીર રજૂ કરતા PM મોદીએ કહ્યું કે દેશની અપેક્ષાઓ હવે ઘણી મોટી થઈ ગઈ છે. જ્યાં પહેલા માત્ર વીજળી પહોંચાડવાનું લક્ષ્ય હતું, ત્યાં હવે લોકો ‘સ્માર્ટ લિવિંગ’ ઈચ્છે છે. જ્યાં રેલવે લાઈન પહોંચી છે, ત્યાં હવે હાઈ-સ્પીડ કનેક્ટિવિટીની માંગ છે. જ્યાં સામાન્ય હાઈવે હતા, ત્યાં હવે વર્લ્ડ ક્લાસ એક્સપ્રેસ-વે બની રહ્યા છે. દેશના જે ખૂણે ઇન્ટરનેટ પહોંચ્યું છે, ત્યાંના લોકો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ઇનોવેશનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ કરવા આતુર છે.
Access is key when it comes to tech and innovation.@VivaTech pic.twitter.com/gvRHVabuJw
— Narendra Modi (@narendramodi) June 18, 2026
12 વર્ષના શાસનકાળના સુવર્ણ આંકડા
વડાપ્રધાને પોતાના 12 વર્ષના કાર્યકાળની વિકાસયાત્રાના આંકડા રજૂ કરતા જણાવ્યું કે:
પાછલા 12 વર્ષના સમયગાળામાં દેશના 25 કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા છે.
ભારતનો જીડીપી (GDP), એરપોર્ટની સંખ્યા અને દેશમાં યુનિવર્સિટીઓની સંખ્યા આ 12 વર્ષમાં બમણી (Double) થઈ ગઈ છે.
દેશમાં હાઈવે નિર્માણની ગતિ પહેલા કરતા 3 ગણી વધી ગઈ છે.
ભારતનું મેટ્રો રેલ નેટવર્ક પહેલાની સરખામણીએ 4 ગણું મોટું થઈ ચૂક્યું છે.
India’s approach is clear… @VivaTech pic.twitter.com/qPamqyrd7K
— Narendra Modi (@narendramodi) June 18, 2026
વૈશ્વિક મંચ પર ભારત એક ‘ભરોસેમંદ પાર્ટનર’
પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય સંબંધો પર વાત કરતા કહ્યું કે, એક સમય હતો જ્યારે બે દેશો વચ્ચેના સંબંધો માત્ર નફા-નુકસાન અને વ્યાપારના ત્રાજવે તોલાતા હતા, પરંતુ હવે વૈશ્વિક વ્યવસ્થા બદલાઈ છે. આજે વ્યાપારની સાથે પરસ્પરનો ‘ટ્રસ્ટ’ (ભરોસો) સૌથી વધુ મહત્વનો બન્યો છે. વર્તમાન સમયમાં દરેક દેશ એક સ્થિર ભાગીદારી અને ભરોસાપાત્ર સપ્લાય ચેઈન ઈચ્છે છે, અને આવા કપરા આંતરરાષ્ટ્રીય સમયમાં ભારત સમગ્ર વિશ્વ સામે એક અત્યંત વિશ્વસનીય અને મજબૂત પાર્ટનર તરીકે ઉભરી આવ્યું છે.
ટેકનોલોજી અને ફૂટબોલનો અનોખો સંગમ
ભારત અને ફ્રાન્સના પરસ્પર સહયોગ અંગે તેમણે માહિતી આપી કે, ગત વર્ષે પેરિસમાં અને આ વર્ષે દિલ્હીમાં બંને દેશોએ મળીને ‘AI સમિટ’ નું સફળ સહ-આયોજન કર્યું હતું. હવે આગામી વર્ષે બંને દેશો સંયુક્ત રીતે ‘TRISHNA સેટેલાઇટ’ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે સમગ્ર વિશ્વમાં પાણી અને ખાદ્ય સુરક્ષા (Water & Food Security) સુનિશ્ચિત કરવામાં ક્રાંતિકારી યોગદાન આપશે.
સંબોધનના અંતે તેમણે ફૂટબોલ રમતનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત અને ફ્રાન્સને જોડનારી વધુ એક મોટી કડી ફૂટબોલ છે. હાલમાં ફ્રાન્સમાં ફૂટબોલનો ફીવર ચરમસીમાએ છે, પરંતુ ભારતમાં પણ આ રમતનો ક્રેઝ ઘણો વધારે છે અને ભારતમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમના લાખો ચાહકો છે. ફ્રાન્સે વર્લ્ડ કપની શરૂઆત શાનદાર જીત સાથે કરી છે, તે બદલ હું ફ્રાન્સની આખી ટીમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.



