રાજધાની દિલ્હીમાં આયોજિત 18મી BRICS શિખર પરિષદની ધમાધમ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને વિશ્વભરના યહૂદી સમુદાયને તેમના નવવર્ષ ‘રોશ હશનાહ’ (Rosh Hashanah) ની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઈઝરાયેલી હિબ્રુ શૈલીમાં “શાના ટોવા!” (સાલ મુબારક) કહીને શુભેચ્છા સંદેશ શેર કર્યો હતો. પીએમ મોદીએ લખ્યું, “પ્રધાનમંત્રી નેતન્યાહૂ, ઈઝરાયેલના નાગરિકો તેમજ વિશ્વભરમાં વસતા તમામ યહૂદી ભાઈ-બહેનોને રોશ હશનાહના પાવન પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”
Shana Tova!
Wishing a very happy Rosh Hashanah to Prime Minister Netanyahu, the people of Israel and Jewish communities across the globe.
May the new year be filled with peace, hope, good health and continued progress for all.
שנה טובה!
מאחל שנה טובה ושמחה לראש הממשלה…
— Narendra Modi (@narendramodi) September 12, 2026
શાંતિ, આરોગ્ય અને પ્રગતિની કરી પ્રાર્થના
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અશાંતિ વચ્ચે પીએમ મોદીએ પોતાના સંદેશમાં ખાસ કરીને ‘શાંતિ’ અને ‘આશા’ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, “આ નવવર્ષ સહુના જીવનમાં શાંતિ, નવી આશા, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત પ્રગતિ લઈને આવે તેવી મારી સદ્ભાવના છે.”
રાજકીય તણાવ વચ્ચે સદ્ભાવનાનો સંદેશ
નોંધનીય છે કે, દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે 18મી BRICS સમિટ યોજાઈ રહી છે, જેમાં વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આવા મહત્વપૂર્ણ વૈશ્વિક સંમેલન વચ્ચે પણ પીએમ મોદીએ કોઈપણ રાજકીય બાબતોનો ઉલ્લેખ કર્યા વિના માત્ર માનવતા, સદ્ભાવ અને શાંતિનો સંદેશ પાઠવીને ભારતની ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવનાને પુનઃ ઉજાગર કરી છે.




