દેશના અગ્રણી એક્સચેન્જ NSE એ 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળાની નાણાકીય કામગીરી જાહેર કરી છે. જે મુજબ કામગીરીની કોન્સોલિડેટેડ આવક આગલા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 25 ટકા વધીને રૂ.3,517 કરોડ થઈ છે. ટ્રેડિંગની આવક ઉપરાંત તેમાં ડેટા સેન્ટર્સ, કનેક્ટિવિટી, ક્લીયરિંગ સર્વિસીસ, લિસ્ટિંગ અને ઈન્ડેક્સ સર્વિસીસની આવકનો સમાવેશ થાય છે. કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 8 ટકા વધીને રૂ.1,975 કરોડ અને ચોખ્ખા નફાનું માર્જિન 51 ટકા રહ્યું છે. શેરદીઠ આવક આગલા વર્ષના સમાન ગાળાના રૂ.36.90થી વધીને રૂ.39.90 થઈ છે. કેશ માર્કેટ્સમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ 50 ટકા વધીને રૂ.80,512 કરોડ અને ઈક્વિટી ફ્યુચર્સમાં 18 ટકા વધીને રૂ.1,31,010 કરોડ થયું છે. ઈક્વિટી ઓપ્શન્સ (પ્રીમિયમ)નું સરેરાશ દૈનિક વોલ્યુમ 28 ટકા વધીને રૂ.56,707 કરોડ થયું છે.
સ્ટેન્ડ એલોન ધોરણે એનએસઈની 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કાર્યકારી આવક આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ ગત વર્ષના સમાન ગાળાના રૂ.2,629 કરોડથી 21 ટકા વધીને રૂ.3,170 કરોડ થઈ છે. સ્ટેન્ડ એલોન ધોરણે ચોખ્ખો નફો રૂ.1,568 કરોડથી ઘટીને રૂ.1,377 કરોડ થયો છે. નેટ પ્રોફિટ માર્જિન 40 ટકા રહ્યું છે.
એનએસઈએ ત્રિમાસિક ગાળામાં સસ્ટેન્ડ એલોન ધોરણે ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ.1,620 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાંથી 50 ટકા એટલે કે રૂ.810 કરોડ સેબી રેગ્યુલેટરી ફીઝ, સેબીની ઈચ્છા અનુસાર કોર એસજીએફ ફંડમાં અતિરિક્ત યોગદાન અને આઈપીએફમાં યોગદાનનો છે.
એનએસઈએ નાણાકીય વર્ષ 2024ના પ્રથમ નવ મહિનામાં રાષ્ટ્રની તિજોરીમાં રૂ.28,131 કરોડના વેરાની ચુકવણી કરી છે, જેમાં રૂ.23,137 કરોડ એસટીટી, રૂ,1,490 કરોડ આવક વેરા , રૂ,1,456 કરોડ સ્ટેમ્બપ ડ્યુટી, રૂ,1,257 કરોડ જીએસટી અને રૂ.791 કરોડ સેબી ચાર્જીસનો સમાવેશ થાય છે.