અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વિશ્વભરના અગ્રણી નેતાઓ અને પ્રખ્યાત લોકો વોશિંગ્ટન પહોંચ્યા હતાં. આ પહેલા અમેરિકામાં એક રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. આ દરમિયાન નીતા અંબાણીએ ખૂબ જ સુંદર સાડી પહેરી હતી. તે હંમેશા પોતાના પરંપરાગત લુકથી લોકોના દિલ જીતી લે છે; આ વખતે પણ તે બ્લેક રંગની સાડીમાં જોવા મળી હતી.
કાંચીપુરમ સિલ્ક સાડી
આ સમય દરમિયાન, નીતા અંબાણીએ તેમના દેશની પરંપરાગત કાંચીપુરમ સિલ્ક સાડી પહેરી હતી. જેમાં કાંચીપુરમના ભવ્ય મંદિરોના આધ્યાત્મિક અને ઐતિહાસિક સારથી પ્રેરિત થઈને 100 થી વધુ મહત્વપૂર્ણ પરંપરાગત પેટર્ન બનાવવામાં આવી છે. જે સમૃદ્ધ સંસ્કૃતિ દર્શાવે છે. ઉપરાંત, નીતા અંબાણીએ બ્લેક રંગનો ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે સાડી અને જ્વેલરી પહેરી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કારીગર બી. કૃષ્ણમૂર્તિ દ્વારા બનાવાયેલી આ સાડીમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગે છે. આ વેલ્વેટ બ્લાઉઝ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
View this post on Instagram
નીતા અંબાણીએ 200 વર્ષ જૂના સુંદર હારથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. જેને પોપટની ડિઝાઇનમાં નીલમણિ, માણેક, હીરા અને મોતીથી શણગારવામાં આવ્યું હતું. તેણીએ ગળાના હાર મેચિંગ આંગળીની વીંટી અને કાનની બુટ્ટીઓ પણ પહેરી હતી. આ સિવાય, ઘણી તસવીરોમાં તેણીએ બ્લેક રંગનો કોટ પહેર્યો હતો જે ખૂબ જ સુંદર દેખાતો હતો અને તેના પર ફર વર્ક હતું.