નવી દિલ્હીઃ તમારા PAN ને આધાર સાથે લિંક કરાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી છે. આવકવેરા વિભાગે તાજેતરમાં આની મુદ્દતમાં વધારો કર્યો હતો. તમામ પાનકાર્ડ ધારકો માટે આ બંન્ને દસ્તાવેજો સાથે લિંક કરવા જરુરી છે. પાનકાર્ડ હોલ્ડર ઓનલાઈન અથવા એસએમએસ દ્વારા પાનથી પોતાનું આધાર સાથે લિંક કરાવી શકો છો.
ત્યારે એ પ્રશ્ન ઉઠવો પણ સ્વાભાવિક છે કે 31 ડિસેમ્બર બાદ પાનને આધાર સાથે લિંક ન કરાવનારા લોકોના પાન નંબરનું શું થશે. આવકવેરા વિભાગનું માનીએ તો સીબીડીટી આવા પાન નંબરને અમાન્ય અથવા તો ઉપયોગમાં ન આવનારો જાહેર કરી શકે છે, જેને આધાર સાથે લિંક કરવામાં નથી આવ્યો.
ફાઈનાન્સ બિલ અનુસાર સમયસીમા પૂર્ણ થયા બાદ આવા પાનકાર્ડને નિષ્ક્રિય જાહેર કરી દેવામાં આવશે જે આધાર સાથે લિંક નથી. જો કે એ વાતની પણ શક્યતા છે કે બાદમાં પણ પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવ્યા બાદ નિષ્ક્રિય જાહેર કરવામાં આવેલા ફરીથી સક્રીય કરી દે. જો કે એ વાતને લઈને કોઈ સ્પષ્ટતા નથી છે, ત્યારે આવામાં આ બંન્ને કાર્ડ્સને લિંક કરવા જ યોગ્ય વિકલ્પ છે.
પાનકાર્ડને આધાર કાર્ડ સાથે આ રીતે કરી શકો છો લિંક
પાનકાર્ડને ઈનકમ ટેક્સના ઈ-ફાઈલિંગ પોર્ટલ અથવા તો એસએમએસ દ્વારા આધાર સાથે લિંક કરાવી શકાય છે. વેબસાઈટ દ્વારા પાનકાર્ડને આધાર સાથે નીચે જણાવ્યા અનુસાર આપ લિંક કરી શકો છો.
- https://www.incometaxindiaefiling.gov.in/home પર લોગ ઓન કરો.
- આના Quick Links સેક્શન પર જાઓ.
- આમાં આપને પહેલો ઓપ્શન મળશે ‘Link Aadhar’
- ત્યારબાદ પોતાનું PAN ,Aadhar Number, Aadhar Card માં નોંધાયેલું નામ નાંખો. ત્યારબાદ આપ Captcha Code નાંખો અને જરુરી જાણકારી અંદર એડ કરીને પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દો.
SMS દ્વારા પણ લિંક કરાવી શકો છો આ બંન્ને ડોક્યુમેન્ટ્સ
- આપ આપના રાઈટ મેસેજ બોક્સમાં જાઓ અને ટાઈપ કરો- UIDPAN <12 digit Aadhaar> <10 digit PAN>
- હવે આ મેસેજને આપ 567678 અથવા 56161 પર સેન્ડ કરી દો.