નવી દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હીમાં મુસીબતો બેટેલિયનમાં આવી છે. એક બાજુ દિલ્હી એરપોર્ટ પર છત પડી હતી, જેના નીચે 8-10 કારો દબઈ ગઈ હતી. બીજી બાજુ, દિલ્હીમાં 88 વર્ષ પછી જૂનમાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે. દિલ્હીમાં 228.1 મિમી વરસાદ નોંધાયો છે. આ વરસાદે દિલ્હી સરકારના વરસાદના પાણીથી નીપટવાના દાવાઓની પોલ ખોલી દીધી છે.
દેશમાં દર ચોમાસે મોટા ભાગનાં શહેરોમાં ચોમાસાએ નીંભર વહીવટી તંત્રના દાવાઓ પોકળ સાબિત થાય છે. દરેક વર્ષે ચોમાસાની સીઝનમાં કેટલાક કલાકોના વરસાદમાં દિલ્હી ડૂબી જાય છે. દિલ્હીને દરિયો બનવાનું કારણ ડ્રેનેજ સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી અને યોગ્ય રીતે દેખરેખ નહીં કરવાનું પણ હોય છે. પ્રતિ વર્ષ સિવેજ સિસ્ટમ જામ થઈ જાય છે. સિવર મેનહોલ પ્રતિ વર્ષ વરસાદમાં ઓવરફ્લો થઈ જાય છે. એક આકલન મુજબ દિલ્હીનું ઇન્ફ્રા 50 મિમીથી વધુ વરસાદ નથી ખમી શકતું.
દિલ્હીમાં જળભરાવનું એક કારણ અહીંના રસ્તાઓની ડિઝાઇન પણ છે. અનેક મેઇન રસ્તાઓ અને નાળાઓના ઢાળમાં ગરબડ છે. આ સિવાય નીચલા વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ ખરાબ થવાને કારણે રસ્તા પર સંપૂર્ણ રીતે પાણી ભરાઈ જાય છે. આ સિવાય સફાઈ કર્મચારીઓ પણ એક રીતે કચરો છોડી દેશ , જે વરસાદ આવવા પર નાળાઓની અંદર વહી જાય છે.હાલ તો દિલ્હીમાં ઉપરાજ્યપાલ વીકે સકસેનાએ અધિકારીઓને જળભરાવની સમસ્યા હલ કરવા માટે એક ઇમર્જન્સી કન્ટ્રોલ રૂમ બનાવવાનો નિર્દેશ આપતાં તમામ અધિકારીઓની રજા રદ કરી દીધી છે.