નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં જ ગરીબ સવર્ણોને 10 ટકા આરક્ષણ આપવા સંબંધિત બિલ રજૂ કર્યું હતું. સરકારના બિલને લોકસભા અને રાજ્યસભામાં પણ મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતા જ આ બિલ કાયદાનું રુપ લેશે. આપને જણાવી દઈએ કે આ બિલ અનુસાર સામાન્ય વર્ગના જે લોકોની વાર્ષિક આવક 8 લાખ રુપિયા સુધી છે અથવા કોઈની પાસે 5 એકર સુધીની જમીન છે તે લોકો સામાનય વર્ગમાં આરક્ષણને પાત્ર હશે. પરંતુ 8 લાખ રુપિયા સુધીની વાર્ષિક આવકને ખૂબ વધારે માનવામાં આવી રહી છે જેના પર લોકોએ સવાલો પણ ઉઠાવ્યા છે. જ્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન થાવરચંદ ગહેલોતે જણાવ્યું કે સામાન્ય વર્ગમાં આરક્ષણ માટે આવકની નક્કી સીમા અંતિમ નથી અને તેમાં બદલાવ થઈ શકે છે. બિલમાં અત્યારસુધી આવકની મર્યાદા અથવા જમીનને લઈને કોઈ સંદર્ભ આપવામાં આવ્યો નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર જ્યારે ગહેલોતને પૂછવામાં આવ્યું કે શું 8 લાખ રુપિયા સુધીની આવક મર્યાદા વધારે નથી? તો આના જવાબમાં ગહેલોતે જણાવ્યું કે 8 લાખ રુપિયા વાર્ષિક આવક અને 5 એકર જમીન એવા કેટલાક અન્ય માનદંડ પણ વિચારાધીન છે. આ અંતિમ નથી. આમાં થોડી વધ-ઘટ થઈ શકે છે. ત્યારે વિગતો પણ એવી સામે આવી છે કે મંત્રાલય આશરે 1 સપ્તાહમાં સામાન્ય વર્ગને આરક્ષણ સંબંધિત નિયમ બનાવી શકે છે. આની સાથે કેન્દ્ર સરકારે રાજ્યોને પણ કહ્યું છે કે તે પોતાના ખુદનો માનદંડ બનાવી શકે છે. જો કે સામાન્ય વર્ગને નોકરી અને શિક્ષામાં આરક્ષણ મળશે અને બંન્ને આ બંન્ને વિભાગ રાજ્ય સરકારના અધિકારમાં આવે છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે સમય સાથે અમે જોઈશું કે રાજ્ય કેવી રીતે પોતાના નિયમ બનાવે છે. તેના પર પણ વિચાર કરવામાં આવી શકે છે.
8 લાખ રુપિયા સુધીની આવક વાળા માનદંડના સમર્થનમાં કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગહેલોતે જણાવ્યું કે ઓબીસીની ક્રીમી લેયર માટે પણ આ જ માનદંડ નક્કી છે આના માટે સામાન્ય વર્ગ માટે પણ આ જ માનદંડ નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે મંત્રાલય આવક સીમા નક્કી કરતા સમયે આવકના વર્તમાન ઈન્ડિકેટર્સ અને ગરીબીના આંકડાઓ પર ધ્યાન આપશે. 2011ની જનગણનામાં ગેર-આરક્ષિણ શ્રેણીની જનસંખ્યાને લઈને વિસ્તૃત આંકડા આપવામાં આવ્યા છે. આના પર ધ્યાન આપ્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.