તાજિકિસ્તાનમાં આવેલા ભૂકંપનો આંચકો દિલ્હીમાં લાગ્યો; તીવ્રતા હતી 4.6

નવી દિલ્હી – આજે સવારે લગભગ 8 વાગ્યે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ભૂકંપનો એક હળવો આંચકો લાગ્યો હતો. ધરતીમાં અમુક સેકંડ સુધી ધ્રુજારી રહી હતી.

યુનાઈટેડ સ્ટેટ્સ જિઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, તાજિકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. એની તીવ્રતા 4.6 હતી.

દિલ્હીમાં ઘણા લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો., તે છતાં બીજાં ઘણાંને એવું કંઈ લાગ્યું નહોતું.

આંચકાનો અનુભવ થયાની જાણ થતાં તરત જ ટ્વિટર પર એ સમાચાર વાયરલ થયા હતા.

ક્યાંયથી કોઈ પ્રકારનું નુકસાન થયાનો અહેવાલ નથી.

તાજિકિસ્તાનના કોફાર્નિહોનમાં જમીનમાં 10 કિ.મી. ઊંડે ભૂકંપ આવ્યો હતો.