PM ખેડૂત યોજનાનો લાભ મેળવવા કટ ઓફ ડેટ સહિતના માપદંડ જાહેર કરાયાં

ગાંધીનગર– પહેલી ફેબ્રુઆરી બાદ જમીન ખરીદીને ખેડૂત બન્યાં છે તેમને માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. તાજેતરમાં ખેડૂત બનેલાં લોકોને પીએમ ખેડૂત યોજનાનો લાભ નહીં મળે. ઇન્ટરિમ બજેટ બાદ જમીન ખરીદી હશે તેમને લાભ નહીં મળે. સાથે જણાવાયું છે કે જો કોઈ જમીન પર ખેતી કરવામાં નથી આવી રહી તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર નહીં રહે. સાથે જ જો કોઇ ખેડૂતની જમીન અલગઅલગ ગામ કે રેકોર્ડમાં હશે તો પણ તે એક જ ગણવામાં આવશે.

કેન્દ્રીય કૃષિસચીવ સંજય અગ્રવાલના હવાલે અગ્રણી સમાચારસંસ્થા દ્વારા જણાવાયું હતું કે 1 ફેબ્રુઆરી પહેલાં જમીન ખરીદનાર ખેડૂતોને પીએમ ખેડૂત યોજનાનો લાભ મળશે. જોકે ઉત્તરાધિકારના કારણે ખેતીયોગ્ય જમીનની માલિકીના હસ્તાતરણનો મામલો હશે તો યોજનાનો લાભ પહેલી ફેબ્રુઆરીના કટ ઓફ ડેટ અલગ હશે. ફક્ત આ કારણ હોય તો જ રાહત આપવામાં આવી છે.

આ ઉપરાંત પણ પીએમ ખેડૂત યોજનાનો લાભ મેળવવા માટે માપદંડ બનાવવામાં આવ્યાં છે. કુટુંબમાં પતિપત્ની ઉપરાંત સગીર બાળકોને શામેલ કરવામાં આવ્યાં છે. બે હેક્ટરથી ઓછી જમીન હોવા પર યોજનાનો લાભ મળશે

આપને જણાવીએ કે સરકાર પીએમ ખેડૂત સન્માનનિધિ યોજના હેઠળ નાનાં ખેડૂતોના ખાતામાં આ મહિનાથી જ રકમ જમા શરુ કરવાની શરુઆત કરી દેવાની છે. આર્થિક બાબતોના સચીવ સુભાષચંદ્ર ગર્ગે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોને ન્યૂનતમ આવક સમર્થન આ મહિનાથી આપવાનું શરુ કરી શકાશે કારણ કે લાભાર્થીઓના આંકડા પહેલાંથી જ તૈયાર કરી દેવાયાં છે.