નવી દિલ્હીઃ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં બે એક સનસનીખેજ ગેંગવોર અને પોલીસ ફાયરિંગમાં બે બદમાશોનું મોત થયું હતું. અત્યારે એ મામલો હજી સંપૂર્ણ પણે શાંત નથી થયો ત્યાં જ આજે નજફગઢ વિસ્તારમાં એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
મૃતકની ઓળખ મોહિત મોર તરીકે થઈ છે. મોહિત મોરના ટિક-ટોક પર 5 લાખથી વધારે ફોલોઅર છે અને ઈન્સ્ટાગ્રામ પર પણ તેના 3 હજાર જેટલા ફોલોઅર્સ છે. તે નજફગઢ વિસ્તારમાં રહે છે અને સોશિયલ મીડિયા પર આ વ્યક્તિ ખૂબ એક્ટિવ હતો.
મોહિત જ્યારે એક ફોટો સ્ટેટની દુકાન પર ગયો હતો ત્યારે તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર તેનું મોત થયું છે અને અત્યારે કયા કારણોસર તેની હત્યા કરવામાં આવી, તે મામલે હજી જાણકારી પ્રાપ્ત થઈ નથી.
આપને જણાવી દઈએ કે 19 મે 2019ના રોજ બપોરે 3.45 કલાકે દિલ્હીના દ્વારકામાં પોતાના વર્ચસ્વની લડાઈમાં લડી રહેલા બે ગેંગસ્ટરો અચાનક જ આમને-સામને આવી ગયા હતા. વિકાસ દલાલ નામના એક ગેંગસ્ટરને સમાચાર મળ્યા કે તેનો દુશ્મન પ્રવીણ ગહેલોત પોતાના લોકો સાથે દ્વારકાના આ માર્ગ પરથી પસાર થવાનો છે.
ત્યારબાદ પ્રવીણ જેવો પહોંચ્યો કે તરત જ વિકાસ દલાલ અને તેના માણસોએ પ્રવીણ પર ફાયરિંગ શરુ કરી દીધું. પરંતુ ત્યારબાદ વિકાસ દલાલ પોતાની જ ગોળીનો શિકાર બની ગયો. તે પોતાના દુશ્મન નહી પરંતુ પોલીસની ગોળીનો શિકાર થયા હતા. એટલે કે અહીંયા એક જ સમયે ગેંગવોર પણ થઈ રહ્યો હતો અને એન્કાઉન્ટર પણ.