નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવવાની સાથે જ દેશમાં આ વાયરસથી પીડાતા લોકોની સંખ્યા 142 પર પહોંચી ગઈ છે. તાજેતરમાં બ્રિટનની યાત્રાએથી પાછા ફરેલા 18 વર્ષીય યુવકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે જ આ પશ્ચિમ બંગાળનો કોરોના વાયરસનો પ્રથમ કેસ બની ગયો છે. આ જાણકારી રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે યુવકમાં કોરોના વાયરસના લક્ષણો દેખાવાના શરુ થયા અને બાદમાં અહીંયા બેલિયાઘાટ આઈડી હોસ્પિટલમાં તેને ભરતી કરવામાં આવ્યો. યુવક ઉચ્ચ શિક્ષણ માટે બ્રિટન ગયો હતો અને તે રવિવારે ત્યાંથી પાછો આવ્યો હતો. ભારતમાં કોરોના વાયરસના કારણે મુંબઈના 64 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ વાયરસથી દેશમાં મૃત્યુ પામેલાનો આ ત્રીજો કેસ છે.
અધિકારીઓએ જણાવ્યું કે કોવિડ-19 થી મહારાષ્ટ્રમાં મૃત્યુનો આ પ્રથમ મામલો છે જ્યારે મૃતકની પત્નીની હાલત સ્થિર છે. આ પહેલા કર્ણાટકના કલબુર્ગીમાં સાઉદી અરબની યાત્રા કરનારા 76 વર્ષીય વ્યક્તિનું કોરોના
- દેશમાં 22 વિદેશી નાગરિકો સહિત 142 જેટલા લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. મંત્રાલયના આંકડાઓ અનુસાર, સ્વાસ્થ્યમાં સુધારા બાદ અત્યારસુધીમાં 13 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ચૂકી છે, જેમાં કેરળના ત્રણ કેસો સામે આવ્યા છે. BMC ના પ્રમુખ પ્રવીણ પરદેશીએ કહ્યું કે, મુંબઈનો દર્દી શહેરના કસ્તુરબા હોસ્પિટલમાં ભરતી હતો. તેમણે જણાવ્યું કે મૃતક કોરોના વાયરસ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ પીડાતો હતો.
- ICMR ના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું કે, હવે તેઓ જલ્દી જ કોરોના વાયરસનો ટેસ્ટ પ્રાઈવેટ લેબમાં પણ શરુ કરવા જઈ રહ્યા છે. અહીંયા આ લોકોની તપાસ કરવામાં આવશે જેમણે પહેલા ભારતથી બહારની યાત્રા કરી છે.
- કોરોના વાયરસને રોકવા માટે સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. પહેલી જરુર છે કે એક જગ્યા પર વધારે લોકો એકત્ર ન થાય. આ જ કડીમાં વેસ્ટર્ન રેલવેએ પ્લેટફોર્મ ટીકિટના ભાવ વધારી દીધા છે જેથી રેલવે સ્ટેશનમાં વધારે લોકો એકત્ર ન થાય. વેસ્ટર્ન રેલવે સ્ટેશન અંતર્ગત 6 ડિવીઝન આવે છે કે જેમાં મુંબઈ, વડોદરા, રતલામ, ભાવનગર, અમદાવાદ અને રાજકોટ છે.
- કોરોનાના સંકટને ધ્યાને રાખતા દિલ્હી યૂનિવર્સિટીએ હવે ટીચર્સને પણ ઘરેથી કામ કરવાની મંજૂરી આપી દીધી છે. ટીચર્સની માંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- ભાજપ સંસદીય દળની બેઠકમાં કોરોના વાયરસનો મુદ્દો છવાયો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બજેટ સત્ર આખુ ચાલશે. તેમણે કોરોના વાયરસને લઈને આવતા સમાચારો પર મીડિયાના વખાણ પણ કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે, મીડિયાએ પોઝિટીવ સમાચારો બતાવ્યા છે. બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સાંસદોને કોરોના વાયરસ સામે લડવા માટે ભરવામાં આવેલા પગલાની પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી.
- વડાપ્રધાને કહ્યું કે, 15 એપ્રીલ સુધી કોઈ આંદોલન ભાજપ ન કરે. તેમણે કહ્યું કે કોઈ મુદ્દો છે તો તેમના પર જાહેર ખબર આપી શકાય છે પરંતુ રોડ પર આંદોલન ન થાય. વડાપ્રધાન મોદીએ આની સાથે જ ભાજપના સાંસદોને કોરોના વાયરસ વિશે જાગૃતતા ફેલાવવા માટે આહ્વાન કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંસદના બજેટ સત્રમાં કોઈ કપાત ન કરવામાં આવે.
- કર્ણાટકના કલબુર્ગીમાં ગત સપ્તાહે કોરોના વાયરસના ચેપથી જીવ ગુમાવનારા વૃદ્ધની સારવાર કરનારા ડોક્ટરને પણ ચેપ લાગ્યો હતો. અધિકારીઓએ આ જાણકારી આપી છે. કર્ણાટકમાં ચેપના બે નવા કેસો સામે આવ્યા બાદ રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. આમાં એક મૃતકનો પણ સમાવેશ થાય છે.
- અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનુસાર, પહેલાથી નક્કી કાર્યક્રમ અનુસાર નોવેલ કોરોના વાયરસ માટે એક વેક્સિન પર પરિક્ષણ શરુ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, આ ઈતિહાસમાં સૌથી વધારે તેજ વિકસિત થનારી વેક્સિન છે. વેક્સિન બનાવનારી કંપની, મોર્ડને કહ્યું કે આ વેક્સિનને ટેસ્ટ કરવાના પહેલા સ્ટેપમાં એક વોલેન્ટિયર પર પ્રયોગ કરવામાં આવ્યો છે.
- પાકિસ્તાનમાં કોરોના વાયરસના ચેપના કારણે પ્રથમ મોત થયું છે જ્યારે દેશમાં આ વાયરસના દર્દીઓનો આંકડો 193 પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી છે, અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસના કારણે પ્રથમ મૃત્યુ લાહોરમાં થયું છે. તો સિંધમાં 155, ખૈબર પખ્તૂનખ્વામાં 15, બલૂચિસ્તાનમાં 10, ગિલગિત-બાલ્ટીસ્તાનમાં 5, ઈસ્લામાબાદમાં 2 અને પંજાબમાં 6 લોકોમાં ચેપ નોંધાયો છે.
- વિશ્વભરમાં કોરોના વાયરસથી મૃત્યુનો આંકડો 6000 સુધી પહોંચી ગયો છે. કોરોના વાયરસનો કહેર શાંત થવાનું નામ જ લઈ રહ્યો નથી. રોજ દેશમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. 24 કલાકમાં 12 નવા કોરોના વાયરસના દર્દીઓની પુષ્ટી થઈ છે.