કોલકાતાઃ અમિત શાહની સભામાં સૂત્રોચ્ચારો કરનારાની ધરપકડ

કોલકાતાઃ ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની લોકોની ગેરસમજ દૂર કરવા માટે કોલકાતામાં અનેક સભાઓ યોજી હતી. શાહે નિગમ ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનનો પ્રારંભ કરતાં કેમ્પેન સોંગ પણ રિલીઝ કર્યું હતું. તેમણે શહેરમાં વિવિધ કાર્યક્રમો હાજરી આપી હતી. તેમની આ સભામાં ભાજપના કેટલાક કાર્યક્રતાઓએ નારા લગાવ્યા કે દેશ ગદ્દારો કો, ગોલી મારો… જેથી પોલીસે કાર્યવાહી તરતાં ત્રણ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમિત શાહે CAAનું સમર્થન કર્યું હતું અને મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર આ કાયદો રોકવા માટે રમખાણો ભડકાવવા અને ટ્રેનોને સળગાવવાનો આરોપ મૂક્યો હતો. આ નિવેદનના વિડિયો ફુટેજમાં લોકોને ભાજપના ઝંડા ફેલાવતા અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે આ વિડિયો વાઇરલ થતાં ભાજપના કાર્યકર્તાઓની સામે ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં ભડકાઉ સૂત્રોચ્ચારની ફરિયાદ દાખલ કરવામાં આવી, જે પછી પોલીસે ત્રણ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

ભાજપના ત્રણ નેતાઓનાં ભડકાઉ નિવેદનો

દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન અનુરાગ ઠાકુરના મંચથી આ ભડકાઉ સૂત્રોચ્ચારનો ભારે વિવાદ થયો હતો. તેમણે કહ્યું હતું કે દેશના ગદ્દારોને ગોળી મારો.અનુરાગ જ નહીં ભાજપના પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રાએ ભારે વિવાદિત નિવેદનો કર્યાં હતાં.