કેદારનાથઃ વર્ષ 2013માં કેદારનાથમાં આવેલી પ્રાકૃતિક આપદાને લઈને આખી કેદારનાથ ઘાટીમાં વિનાશ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5000 લોકો માર્યા ગયાં હતાં. હજારો લોકો વિસ્થાપિત થઈ ગયાં હતાં. કરોડોની સંપત્તિનું નુકસાન થયું હતું. તે સમયે વિશેષજ્ઞોએ આ તબાહીનું કારણ ચોમાસાનું જલદી આવી જવું અને ગ્લેશિયરોનું પીગળવાનું જણાવ્યું હતું.
આ તબાહીના 6 વર્ષ બાદ કેદારનાથના ચોરાબાડી તળાવમાં બીજીવાર પાણી એકત્ર થઈ રહ્યું છે. આ એ જ તળાવ છે જે 2013માં મહાવિનાશનું મુખ્ય કારણ બન્યું હતું. હવે આમાં ફરીથી પાણી એકત્ર થઈ રહ્યું છે. સેટેલાઈટ ફોટોગ્રાફ્સ દ્વારા ખ્યાલ આવ્યો છે કે 2013ના વિનાશ જેવું સંકટ ફરીથી નજીક આવી રહ્યું છે.
અત્યારે ચોરાબાડી તળાવની કેટલીક નવી તસવીરો સામે આવી છે, જે દર્શાવે છે કે કેદારનાથ ધામથી બે દિલોમીટર ઉપર ઘણી જગ્યાએ પાણી એકત્ર થઈ રહ્યું છે અને પાણી એકત્ર થનારી જગ્યાઓની સંખ્યા વધી રહી છે.
આ તસવીરો લેન્ડસેટ 8 અને સેંટીનેલ-2B સેટેલાઈટથી લેવામાં આવી છે. આ ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે છેલ્લા એક મહીનામાં જળ સમૂહોની સંખ્યા બે થી વધીરે ચાર થઈ ગઈ છે. અધિકારીક સુત્રોનું કહેવું છે કે ઉત્તરાખંડ સરકારે પ્રિકોશનરી ઉપાયો કરવાના શરુ કરી દીધા છે.
જો 11 જૂનની તસવીરોને ઝુમ-ઈન કરીને જોઈએ તો ખ્યાલ આવે કે થોડાક જ જળ સમૂહ દેખાય છે, પરંતુ તે જળ સમૂહો વધારે મોટા નહોતા. 11 જૂનની તસવીરમાં જે ભાગ ગુલાબી રંગ સાથે ઘેરાયેલો છે, તે ચોરાબાડી ગ્લેશિયર છે. તીળા રંગમાં ઘેરાયેલા જે બ્લ્યુ રંગ દેખાઈ રહ્યો છે, તે ગ્લેશિયરથી બનેલા તળાવ છે.
વિશેષજ્ઞ આ નિશાનોને દેખતા ગંભીરતાથી વર્તી રહ્યા છે. કેદારનાથ ઘાટીમાં પારિસ્થિતીક રુપથી સંવેદનશીલ અને કમજોર થઈ રહી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ચોરાબાડી જેવા વિસ્તારમાં જો જળ સમૂહો નિર્મિત થઈ રહ્યા છે, તે પ્રશાસનને આને લઈને લાપરવાહ ન રહેવું જોઈએ.
પર્યાવરણવિદ અને જેએનયૂમાં પ્રોફેસર એપી ડિમરીનું આ વિષય પર વ્યાપક રિસર્ચ છે. તેમણે મીડિયાને માહિતી આપી કે, કેદારનાથ ઘાટી ભૂકંપ અને પારિસ્થિતિકીની દ્રષ્ટીએ અત્યંત સંવેદનશીલ અને કમજોર છે. વર્ષ 2013માં મોનસૂન જલ્દી આવવા અને બરફ પીગળવાના કારણે વિધ્વંસક પૂર આવ્યું હતું. જો આ પ્રકાર જળ સમૂહો ત્યાં ફરીથી બની રહ્યા છે તો આ ખરેખર ચિંતાનો વિષય છે.
મંદાકિની રિવર બેસિનમાં 14 તળાવો છે, ચોરાબાડી તે પૈકીનું એક છે. આ સમુદ્રથી 3,960 મીટરની ઉંચાઈ પર છે. ચોરાબાડી તળાવ કેદારનાથથી આશરે 2 કિલોમીટર ઉપર છે.
વર્ષ 2013માં ચોરાબાડી તળાવમાં આ પ્રકારે જળ સમૂહો બની ગયા હતા, જેના કારણે ચોરાબાડી તળાવના કિનારા ભાગ ધ્વંસ થઈ ગયા અને કેદારનાથ ધામમાં ભયાનક વિનાશ સર્જાયો હતો. વિશેષજ્ઞોનું કહેવું છે કે જો જળ સમૂહો બની રહ્યા છે તો તે કોઈ સંકટના સંકેત નથી આપતા પરંતુ જો આ ક્ષેત્રમાં મૂશળધાર વરસાદ થયો તો પછી પરિણામ વિધ્વંસક હોઈ શકે છે.
હિમાલયી ગ્લેશિયરોથી દર વર્ષે 8 બિલિયન ટન બરફ પિગળી રહ્યો છે. તાજેતરમાં જ એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે નવી સદીમાં પ્રવેશ કરવાની સાથે જ બરફ પિગળવાની સ્પીડ બેગણી ગઈ ગઈ છે.
સરસ્વતી નદી અને દૂધ ગંગામાં જે વિસ્તારોમાં પાણી આવે છે, તે વિસ્તારોમાં 16 જૂનના રોજ ખૂબ મૂશળધાર વરસાદ થયો અને આ નદીઓનું પાણી ઉફાન પર આવી ગયું. 15 અને 16 જૂનના રોજ ચોરાબાડી ગ્લેશિયરની આસપાસ 325 એમએમ વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો.
17 જૂનના રોજ ચોરાબાડી તળાવના કિનારે, જે બરફ જામેલો હોય છે, તે તબાહ થઈ ગયો અને તળાવનું પાણી પૂરમાં વહેવા લાગ્યું. વરસાદનું પાણી અને સાથે જ વરસાદની માણી મળીને સમુદ્રમાં તબદીલ થઈ ગયા. આ પાણી નીચલા વિસ્તારો તરફ તેજીથી વહ્યુ અને ત્યાં ગૌરીકુંડ, સોનપ્રયાગ, ફાટા સહિતના વિસ્તારો સહિત આખી કેદાનાથ ઘાટીમાં તબાહી મચી ગઈ.