દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર, 3163નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન છતાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને એક લાખને પાર પહોંચી છે. મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,01,139 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આ વાઇરસથી 3163 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 4970 નવા કેસ મળી આવ્યા છે અને 134 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી 39,174 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રિકવરી રેટ સુધરીને 38.73 ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોના કેસ 35,000ને પાર

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધીને 35,000ને પાર થયા છે. છેલ્લા 24 કલાકમાં 2033 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 1249 લોકોનાં મોત થયાં છે. મુંબઈમાં પણ કેસમાં સતત વધારો થતાં પાંચ ઝોનમાં CISF અને CRPFની કંપનીઓ તહેનાત કરવામાં આવશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.