કોરોનાના કેસોની સંખ્યા 98 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 98 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 30,006 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 424 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 98,26,775 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,42,628 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 93,24,328 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,59,819એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.84 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

રાજ્યમાં પોલીસે રૂ. 100 કરોડનો દંડ વસૂલ્યો

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ શુક્રવારે એવી ‘ગર્વભેર’ જાહેરાત કરી હતી કે લોકડાઉનથી અત્યાર સુધીમાં રાજ્યમાં માસ્ક સહિતના નિયમોનો ભંગ કરનારા પાસેથી પોલીસે રૂ. ૧૦૦ કરોડનો દંડ વસૂલ્યો છે. રાજયના ૨૨ લાખ લોકોએ માસ્ક નહી પહેરીને નિયમનો ભંગ કરનારા પાસેથી પોલીસે દંડ વસૂલીને કાર્યવાહી કરી છે.

આ ઉપરાંત લોકડાઉન અને કરફ્યુનો ભંગ કરીને ગેરકાયદે રીતે વાહનો લઇને નીકળનારા લોકોના પાસેથી વાહનો ડિટેઇન કરીને અત્યાર સુધી પોલીસે રૂ. ૫૫ કરોડથી પણ વધારે રૂપિયાનો દંડ વસૂલવામા આવ્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.