નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 92 લાખને પાર પહોંચી છે. આ આંકડાને પાર કરવામાં 300 દિવસ લાગ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,376 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 481 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 92,22,216 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,34,699 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 86,42,771 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,024 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. પાછલા 24 કલાકમાં 37,816 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,44,746એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.
કોરોના પોઝિટિવ દર્દીઓ દ્વારા હોમ આઇસોલેશનનો ભંગ
કોઈ પણ શહેરીજનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને હોમ આઇસોલેશનમાં મુકાય તો સ્વયં શિસ્ત જાળવીને ૧૪ દિવસ ઘરમાં રહેવું ફરજિયાત છે પણ કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ આઇસોલેશનનો ભંગ કરી રહ્યાં છે. જેથી અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશનની ચિંતામાં વધારો કરી દીધો છે. કેટલાક દર્દીઓ ઘરની બહાર આવીને બેસે છે તો કેટલાક દર્દીઓ સોસાયટીમાં આંટાફેરા કરતા હોય છે. છેલ્લા એક મહિનામાં મ્યુનિ.એ હોમ આઇસોલેશનને ભંગ કરનારા ૧૦થી વધુ વ્યક્તિઓને નોટિસ આપી દીધી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.