અમદાવાદઃ કોરોના વાઇરસના રોગચાળાથી ઊભી થયેલી રોકડ તરલતાના સંકટને લીધે દેશના જાણીતા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્ડિયાએ છ ડેટ યોજનાને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.એની સાથે આ ફંડમાં રોકાણકારોના રૂ. 26,000 કરોડ સલવાઈ ગયા છે. ફ્રેન્કલિન ટેમ્પલટનના આ નિર્ણયને લીધે મ્યુચ્યુઅલ ફંડની ડેટ યોજનાઓમાં રોકાણ કરતા રોકાણકારો ડરી ગયા છે.
કઈ છ યોજનાઓ બંધ થઈ
ફ્રેન્કલિન ટેમ્પલટન ફંડે જે છ યોજના બંધ કરી છે, એમાં ફ્રેન્કલિન ઇન્ડિયા લો ડ્યુરેશન ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ડાયનેમિક એક્યુઅલ ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા શોર્ટ ટર્મ ઇન્કમ પ્લાન, ફ્રેન્કલિન ઇન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ અને ફ્રેન્કલિન ઇન્ડિયા ઇન્કમ ઓર્પોચ્યુનિટીઝ ફંડ સામેલ છે. આ યોજનાઓ કુલ મળીને રૂ. 26,000 કરોડની એસેટ મેનેજ કરે છે.
કેમ લીધો કંપનીએ નિર્ણય કર્યો?
ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સંજય સપ્રેએ કહ્યું હતું કે મોટા ભાગની ડેટ સિક્યોરિટી માટે ભારતીય બોન્ડ માર્કેટમાં લિક્વિડિટી ઘણી ઘટી ગઈ છે. કોરોના રોગચાળા અને લોકડાઉન પછી રોકાણકારોએ આ યોજનાઓમાંથી ઝડપથી પૈસા કાઢ્યા હતા. આને કારણે આ યોજનાઓને ફંડે યોજનાઓને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
એનો મતલબ શો?
કંપની પોતાની રોકાણ (યોજના)ને વેચી ના શકી, કેમ કે બજારમાં એનું કોઈ લેવાલ નથી. બજારની વર્તમાન પરિસ્થિતિમાં રોકાણકાર કોઈ જોખમ લેવા તૈયાર નથી? રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિને અખત્યાર કરતાં ઓછા રેટિંગવાળા બોન્ડમાં રોકાણ કરવા નથી ઇચ્છતા. રોકાણકારોની વેચવાલી એટલે કે રિડમ્પશનના દબાણને પૂરું કરવા માટે ફંડ રોકાણ (યોજના)ને વેચવામાં સક્ષમ નથી.
એનો અર્થ થયો કે રોકાણ ફસાઈ ગયું
હા, આ સાચું છે કે તમે તમારું રોકાણ વેચી નહીં શકો. તમારે રાહ જોવી પડશે કે ફંડ હાઉસ એમની એસેટ ને વેચીને પૈસા પાછા આપે. આ નિર્ણયની પાછળ ઇરાદો એ છે કે રિડમ્પશનનું દબાણને પૂરું કરવા માટે ગભરાટમાં ના વેચવામાં આવે. જો ડેટ માર્કેટમાં લિક્વિડિટીની સ્થિતિ સુધરશે તો ફંડ હાઉસ પોતાની એસેટ વેચીને તમારા પૈસા પાછા આપશે.
કેટલી રાહ જોવી પડશે?
આ કહેવું અત્યારે ઘણું મુશ્કેલ છે. મોટા ભાગના સલાહકારોનું કહેવું છે કે યોજનાઓ અને મેચ્યોરિટી કેટલાક સંકેતો આપી શકે છે. જોકે એના વિશ્વાસે ના રહેવું જોઈએ. બધું ડેટ માર્કેટની સ્થિતિઓ પર નિર્ભર કરશે અને એ પણ જોવું રસપ્રદ રહેશે કે ફંડ હાઉસ પોતાનું હોલ્ડિંગ વેચી શકે છે કે નહીં.
ફ્રેન્કલિન ટેમ્પલટનની અન્ય યોજનાઓમાં રોકાણનું શું થશે?
મ્યુચ્યુઅલ ફંડ સલાહકાર આવી સ્થિતિમાં એ કહી રહ્યા છે કે અચાનક ઊભી થયેલી સ્થિતિમાં જલદી પ્રતિક્રિયા આપવાથી બચો. દરેક યોજનાને જુઓ. આવનારા દિવસોમાં ડેટ માર્કેટમાં જોખમ હજી વધવાનું છે.જેથી એક-એક પગલું ફૂંકી-ફૂંકીને મૂકો.
શું આનાથી મારી અન્ય ડેટ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પર અસર થશે?
હા, ફ્રેન્કલિનના આ નિર્ણયની અસર સંપૂર્ણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પર થશે. મોટા ભાગના નિષ્ણાતો કહે છે કે આનાથી મોટા ભાગના રોકાણકારો ગભરાઈને ડેટ ફંડોની યોજનાઓમાંથી પૈસા કાઢી રહ્યા છે. આનાથી ડેટ માર્કેટ પર દબાણ વધુ વધશે. જોકે અસર કેટલી થશે આ વિશે કોઈ કશું કહી શકે એમ નથી. આગામી કેટલાંક સપ્તાહ સતર્કતા રાખવાની જરૂર છે.
મારા અન્ય ડેટ ફંડો વિશે મારે શું કરવું જોઈએ ?
તમારે તમારી દરેકક યોજનાની સમીક્ષા કરવી જોઈએ અને માલૂમ કરવું જોઈએ કે શું તમે તમારા પોર્ટફોલિયોના જોખમની સાથે ઠીક છે. ધ્યાન રાખો કે ટેમ્પલટન આ ઘટનાની ડેટ માર્કેટ પર બહુ નકારાત્મક અસર થશે.
શું ડેટ ફંડ વેચીને પૈસા બેન્કમાં ફિકસ્ડ ડિપોઝિટ રાખવી જોઈએ?
મ્યુચ્યુઅલ ફંડ રોકકાણકાર પોતોના સલાહકારને પૂછી રહ્યા છે. તેમની સલાહ છે કે હાલ અનાવશ્યક જોખમ ના લો અને સારી ક્રેડિટ ક્વોલિટીવાલા ફંડોની સાથે બન્યા રહો. જે યોજનાઓમાં વધુ જોખમ છે, એને દૂર કરો.
દેશમાં આવી કેટલી યોજનાઓ છે
દેશમાં આવી કમસે કમ 28 યોજનાઓ છે. બિરલા સનલાઇફ, ડીએસપી બ્લેકરોક, આઇસીઆઇસીઆઇ પ્રુન્ડેન્શિયલ, રિલાન્યસ મ્યચ્યુઅલ ફંડ અને યુટીઆઇ વગેરે.. વગેરે મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ આ યોજનાઓ ઓફર કરે છે.