CBIએ ચાર્જશીટમાં સૌપ્રથમ વાર મનીષ સિસોદિયાનું નામ ઉમેર્યું

નવી દિલ્હીઃ દિલ્હીના લિકર પોલિસી કેસમાં ભૂતપૂર્વ ડેપ્યુટી મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા CBI અને EDની તપાસના દાયરામાં છે. CBIએ આબકારી નીતિ મામલમાં રાઉજ એવેન્યુ કોર્ટમાં મંગળવારે સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં પહેલી વાર મનીષ સિસોદિયાનું નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. સિસોદિયા સિવાય CBI ચાર્જશીટમાં બુચ્ચી બાબુ, અર્જુન પાંડે, અમનદીપ ઢાલ અને ભારત રાષ્ટ્ર સમિતિની નેતા અને તેલંગાણા CM KCRની પુત્રી કવિતાનું નામ પણ છે.

જોકે CBIની ચાર્જશીટમાં બે બિઝનેસમેન, એક ન્યૂઝ ચેનલના વડા, હૈદરાબાદના એક દારૂના વેપારી, દિલ્હીના એક દારૂના ડિસ્ટ્રિબ્યુટર અને આબકારી વિભાગના બે અધિકારી સામેલ છે. આ ચાર્જશીટમાં વિજય નાયર, અભિષેક બોઇનપલ્લી, અરુણ પિલ્લઈ, સમીર મહેન્દ્રું, ગૌતમ મુથા, કુલદીપ સિંહ અને નરેન્દ્ર સિંહના રૂપે થઈ છે.રિપોર્ટ અનુસાર મનીષ સિસોદિયાએ ઉપ રાજ્યપાલની મંજૂરી વિના દારૂ નીતિમાં ફેરફાર કર્યો હતો. સરકારે કોરોના રોગચાળાને નામે રૂ. 144.36 કરોડની ટેન્ડર લાઇસન્સ ફી માફ કરી હતી. આરોપ છે કે એનાથી દારૂના ઠેકેદારોને લાભ પહોંચાડ્યો હતો.