જયપુરઃ રાજસ્થાનમાં 200 વિધાનસભા સીટો માટે આજે વોટિંગ થઈ રહ્યું છે. સવારથી મતદાન કરવા માટે રાજસ્થાનમાં લોકો મતદાન મથક પર પહોંચી ગયા હતાં. પરંતુ ઘણા મતદાન કેન્દ્રો પર ઈવીએમ ખરાબ થતાં લોકોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. ઈવીએમ ખરાબ થવાથી સામાન્ય વોટર જ નહીં પરંતુ મોદી સરકારમાં પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા અર્જુન રામ મેઘવાલે પણ વોટ આપવા માટે રાહ જોવી પડી હતી. સવારે 8 વાગ્યે મતદાન કરવા માટે અર્જુન રામ મેઘવાલ પહોંચ્યા હતા પરંતુ તેમણે વોટ આપવા માટે 11:30 વાગ્યા સુધી રાહ જોવી પડી. એટલે છે તેઓ 8 વાગ્યે વોટ આપવા માટે આવ્યાં હતાં પરંતુ તેઓ 11:30 વાગ્યે મતદાન કરી શક્યા.
તો આ સાથે જ રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ પણ ઝાલાવાડની ઝાલારાપાટણ વિધાનસભાના બૂથ નંબર 31 એ પર વોટ આપ્યો હતો. વસુંધરા રાજેએ વોટ આપ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમને શરદ યાદવની આપત્તિજનક ટિપ્પણી મામલે સવાલ કરવામાં આવ્યો ત્યારે વસુંધરા રાજેએ જણાવ્યું શરદ યાદવનું નિવેદન માત્ર તેમનું એક નિવેદન નથી પરંતુ તમામ મહિલાઓનું અપમાન છે.
રાજસ્થાનના અટારીપુરા નગલા ધવલા બૂથ નંબર 147 પર નથી થઈ રહ્યું મતદાન. ગ્રામજનો ઉમેદવારો વિરુદ્ધ કરી રહ્યા છે સુત્રોચ્ચર. ઉમેદવારો વિરુદ્ધ લાગી રહ્યા છે મુર્દાબાદના નારા. ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો કે દરેક વખતે ખોટા વાયદા કરવામાં આવે છે.
આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 11 વાગ્યા સુધીમાં 22 ટકા મતદાન થયું છે.