ઉર્મિલા માતોંડકર (કોંગ્રેસ ઉમેદવાર અને બોલીવૂડ અભિનેત્રી) મુંબઈ-ઉત્તર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના 2014ની ચૂંટણીના વિજેતા ગોપાલ શેટ્ટી સામે પરાજિત.
સની દેઓલ (ભાજપ ઉમેદવાર અને બોલીવૂડ અભિનેતા) ગુરદાસપુર, પંજાબ બેઠક પર કોંગ્રેસના સુનીલ જાખડ સામે વિજય ભણી
ગૌતમ ગંભીર (ભાજપ, ભૂતપૂર્વ ક્રિકેટર) દિલ્હી-પૂર્વ બેઠક પર 3,10,000 મતોથી આગળ હતા. એમની સામે મુખ્ય હરીફ છે કોંગ્રેસના અરવિન્દર સિંહ લવલી અને આમ આદમી પાર્ટીનાં આતિશી મર્લેના
પ્રકાશ રાજ (અપક્ષ, ફિલ્મ ચરિત્ર અભિનેતા)એ બેંગલુરુ-મધ્ય બેઠક પર કોંગ્રેસના રિઝવાન અર્શદ, ભાજપના પી.સી. મોહન સામે પરાજય સ્વીકારી લીધો.
વિજેન્દ્ર સિંહ (કોંગ્રેસ, બોક્સર) દિલ્હી-દક્ષિણ બેઠક પર ભાજપના રમેશ બિદુરી સામે પાછળ.
હેમા માલિની (ભાજપ, બોલીવૂડ અભિનેત્રી) ઉત્તર પ્રદેશના મથુરામાં ચાર લાખથી વધારે મતથી વિજય થયા. એમના નિકટતમ હરીફ હતા આરજેડીના કુંવર નરેન્દ્ર સિંહ.
જયા પ્રદા (ભાજપ, બોલીવૂડ અભિનેત્રી) ઉત્તર પ્રદેશના રામપુરમાં સમાજવાદી પાર્ટીના આઝમ ખાન સામે પરાજયની સ્થિતિમાં.
શત્રુઘ્ન સિન્હા (કોંગ્રેસ, બોલીવૂડ અભિનેતા) બિહારના પટનાસાહિબ બેઠક પર કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ સામે પરાજિત.
રાજ બબ્બર (કોંગ્રેસ, બોલીવૂડ અભિનેતા) ઉત્તર પ્રદેશના ફતેહપુર સિક્રીમાં ભાજપના રાજકુમાર ચહર સામે પરાજિત.
મૂનમૂન સેન (તૃણમુલ કોંગ્રેસ, હિન્દી, બંગાળી ફિલ્મોનાં અભિનેત્રી) આસનસોલ, પશ્ચિમ બંગાળમાં ભાજપના કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો સામે પરાજિત.