નવી દિલ્હી- 25 ડિસેમ્બર 2010ની સવારે 10.30 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત ઈસરોના મિશન કંટ્રોલ સેન્ટરમાં તમામ વૈજ્ઞાનિકોની નજર એક જ તરફ મંડાયેલી હતી. જીએસએલવી-એફ06 રોકેટ પર સંચાર ઉપગ્રહ જીસેટ-5પી ગોઠવવામાં આવ્યો હતો. માત્ર 4 મિનિટ પછી 10.34 વાગ્યે રોકેટને લોન્ચ કરવામાં આવ્યું. પરંતુ લોન્ચના 53.08 સેકન્ડમાં જ લોકોએ જોયું કે, રોકેટ ઘડાકા સાથે આકાશમાં ધ્વસ્ત થઈ ગયું. લોકો અને વૈજ્ઞાનિકોના ચહેરા ઉદાસ હતાં. ઈસરોએ અંદાજે 325 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સાથે જ હજારો વૈજ્ઞાનિકોની મહિનાઓની મહેનત પણ વ્યર્થ ગઈ હતી.
જોકે, આ વાતને ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, ઈસરોના વૈજ્ઞાનિકોનું કામ માત્ર રોકેટ લોન્ચ કરવાનું જ નથી હોતું. જો રોકેટ દિશાથી ભટકી જાય અથવા તો ઉડાન પછી તેમાં કોઈ મોટી ખામી નજરે પડે તો રોકેટને હવામાં જ વિસ્ફોટ કરીને ધ્વસ્ત કરવાની પણ તેમની જવાબદારી છે. 2010માં પણ આવું જ થયું હતું. આવો તમને જણાવીએ ઈસરોના એ પૂર્વ વૈજ્ઞાનિક અંગે જેમણે એ રોકેટ હવામાં ઉડાવી દીધું હતું. જેથી દિશા ભટકેલ એ રોકેટથી જાનમાલને કોઈ નુકસાન ન પહોંચે.
ઈસરોના ઈતિહાસમાં રોકેટને હવામાં ધ્વસ્ત કરવાના 2 જ મામલા છે. પ્રથમ 2006માં અને બીજો 2010માં. આ રોકેટ વૈજ્ઞાનિકે પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો. એપીજે અબ્દુલ કલામ સાથે અગ્નિ મિસાઈલના પ્રક્ષેપણમાં સંરક્ષા અધિકારી તરીકે કામ કર્યું હતું. એમનું નામ છે- વિનોદ કુમાર શ્રીવાસ્તવ. AAJTAK.IN સાથેની વિશેષ વાતચીતમાં એમણે તેમના જીવન, કામ, ઉપલબ્ધીઓ અને દુ:ખના અનેક રોચક કિસ્સાઓ કહ્યાં…
5-7 સેકન્ડમાં મેં રોકેટને ધ્વસ્ત કરવાનો નિર્ણય કર્યો હતો
જ્યારે જીએસએલબી-એફ06નું લોન્ચિંગ થવાનું હતું ત્યારે હું સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં રેન્જ સેફ્ટી ઓફિસર હતો. મારું કામ હતું રોકેટ અને રેન્જની સેફ્ટી. તમને જણાવી દઉં કે અહીં સેફ્ટીનો અર્થ સુરક્ષા નથી થતો. વૈજ્ઞાનિકો આને સંરક્ષા કહે છે. એટલે કે કોઈ અનિચ્છનીય પરિણામથી બચાવ. જીએસએલવી-એફ 06ના લોન્ચિંગ બાદ 47.5 સેકન્ડ સુધી બધુ બરાબર હતું. 47.8 સેકન્ડમાં અમે રોકેટની દિશામાં ખરાબી જોવા મળી, ત્યારબાદ રોકેટમાં એક પછી એક ખામીઓ સર્જાવા લાગી. રોકેટ દિશા બદલી રહી હતી. રોકેટમાં ખામીની જાણકારી અમને સેકન્ડના દસમાં ભાગમાં સૌથી પહેલા મળતી હતી.
જો રોકેટ અન્ય જગ્યાએ ખાબકી હોત તો મોટુ નુકસાન થઈ શકતું હતું. એટલા માટે મેં 53.8 સેકન્ડમાં ડિસ્ટ્રક્શન કમાન્ડ આપી. મેં કહ્યું કમાન્ડ એગ્ઝિક્યૂટેડ. ત્યારે રેન્જ ઓપરેશન ડાયરેક્ટરે કહ્યું રોઝર. ત્યારબાદ વિસ્તૃત રિપોર્ટ તત્કાલિન ઈસરો ચેરમેન કે. રાધાકૃષ્ણનને સોંપવામાં આવ્યો હતો. સમગ્ર મિશન કંટ્રોલ સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો હતો. હું પોતે પણ હેરાન હતો કે, મારે રોકેટને ધ્વસ્ત કરવુ પડ્યું હતું. પરંતુ અમારી પાસે લોકોની જીવ વધારે કિંમતી હતો. મે આ સમગ્ર કામનો રિપોર્ટ બનાવીને ઈસરોના ચેરમેનને સોંપ્યો હતો. જેમાં મેં જણાવ્યું હતું કે, કેવી પરિસ્થિતિઓમાં મે રોકેટને ધ્વસ્ત કરવી પડી હતી.
વિનોદ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, રોકેટને છોડતા પહેલા તેમના રસ્તાનો ચોક્કસ અભ્યાસ કરવામાં આવે છે. તેમના માર્ગની નીતે આવતા વિસ્તારો અને ત્યાં રહેતા લોકોની ડિટેલ લેવામાં આવે છે. ફરી લોન્ચ પહેલા દેહરાદૂન સ્થિત નેશનલ હાઈડ્રોગ્રાફિક ઓફિસ અને દિલ્હી સ્થિત નાગરિક વિમાનન વિભાગને રોકેટનો રસ્તો બતાવામાં આવે છે. આ બંન્ને સંગઠન લોન્ચ પહેલા સમુદ્ર અને હવામાં રહેલ જહાજ અને વિમાનને તેમની સૂચના આપે છે. આ બંન્ને લોન્ચના એક કલાક પહેલા અમને જાણકારી આપે કે, તમામ વસ્તુ યોગ્ય છે ત્યાર બાદ લોન્ચ કરવામાં આવે છે. સામાન્ય રીતે કોશિશ એ જ રહે છે કે, રોકેટના રસ્તામાં કોઈ શહેર ન આવે. પરંતુ શ્રીહરિકોટોથી લઈને અંદમાન નિકોબાર સુધી ઓઈલ રિગ્સ, ઓઈલ ટેન્કર્સ, જહાજો વગેરે આવે છે. જેમને લોન્ચ પહેલા સુચના આપવામાં આવે છે.
વિનોદ કુમાર શ્રીવાસ્તવ જણાવે છે કે, તેમને કલામ સાહેબના નેતૃત્વમાં 6 મહિના સુધી કામ કરવાની તક મળી હતી. બાલાસોરમાં શરુઆતના ત્રણ અગ્નિ મિસાઈલોમાં કલામ સાહેબને આસિસ્ટ કર્યા. અને નિવૃતિ સુધીમાં 450 રોકેટના પ્રક્ષેપણ કરાવ્યાં. માત્ર એક રોકેટને ધ્વસ્ત કરવી પડી હતી.
2011માં નિવૃત થયાં, પરંતુ ઈસરોને તેના અનુભવની હતી જરૂર
વિનોદ કુમાર 2011માં ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી જીએમ રેન્જ સેફ્ટી ઓફિસર તરીકે નિવૃત થયાં. પરંતુ ઈસરોને તેમના અનુભવની જરૂર હતી. જેથી તેમને એક વર્ષ સુધી બ્રહ્મપ્રકાશ વૈજ્ઞાનિકોની શ્રેણીમાં રાખવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ વિનોદ કુમાર 4 વર્ષ સુધી ઈસરોમાં કેટેગરી-1ના સાયન્ટિફિક એડવાઈઝર રહ્યાં. હાલ તે ઈસરોના ઓવરઓલ રિવ્યૂ કમિટીના સભ્ય છે જે લોન્ચ પહેલા તમામ પ્રક્રિયાઓનું રિવ્યૂ કરે છે.
હવે ઈસરોના રોકેટ લોન્ચિંગની હિન્દીમાં કોમેન્ટ્રી કરે છે.
19 ડિસેમ્બર 2018ના રોજ જીએસએલવી-એફ11/જીસેટ-7એ ના લોન્ચિંગ પહેલા વિનોદ કુમાર શ્રીવાસ્તવે ઈસરોના રેન્જ ઓપરેશન ડાયરેક્ટરે કહ્યું કે, શ્રીવાસ્તવજી હમારા હિન્દી કોમેન્ટેટર આજે નથી આવ્યાં. લોન્ચિંગની હિન્દીમાં કોમેન્ટ્રી તમે કરશો. એ સમયે વિનોદ કુમારે આ ઓફરને તાત્કાલિક સ્વીકાર કર્યો હતો. ત્યારથી લઈને આજ સુધી વિનોદ કુમાર શ્રીવાસ્તવે પાંચ લોન્ચિંગ વખતે હિન્દીમાં કોમેન્ટ્રી કરી છે. ચંદ્રયાન-2ના લોન્ચિંગની હિન્દી કોમેન્ટ્રીની જવાબદારી પણ વિનોદ કુમારના ખંભે હતી.
વિનોદ કુમાર શ્રીવાસ્તે જણાવ્યું કે, 22 જુલાઈએ ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ કર્યું તેની પાછળનું કારણ છે જીએસએલવી-એકે3 રોકેટે સારું પ્રદર્શન કરી. રોકેટને ચલાવવાનું જે ગણિત ઈસરો વૈજ્ઞાનિકોએ લગાવ્યું હતું તેનાથી 18 સેકન્ડ વધુ ચાલ્યું. એ નક્કી કરેલી સીમાથી 6000 કિમી આગળ ચાલ્યું ગયું હતું. રોકેટના આગળ જવાથી ચંદ્રયાન-2ના ઈંધણની બચત થઈ છે, જે આગળ જતાં ફાયદાકારક સાબિત થશે.