‘કેટલાક સુધારા લાંબા-ગાળે દેશને લાભદાયક હોય છે’

બેંગલુરુઃ અગ્નિપથ સંરક્ષણ ભરતી યોજના સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ, ભારત બંધ આંદોલન અને વિપક્ષની ટીકા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે કેટલાક નિર્ણયો પહેલી નજરે કદાચ અયોગ્ય લાગતા હશે, પરંતુ લાંબા ગાળે રાષ્ટ્ર ઘડતરમાં મદદરૂપ થશે.

મોદીએ એક જનસભાને કરેલા સંબોધનમાં યોજનાનું નામ લીધા વગર કહ્યું હતું કે હાલને તબક્કે અનેક નિર્ણયો અયોગ્ય જણાશે, પરંતુ સમય જતાં એ નિર્ણયો રાષ્ટ્ર ઘડતરમાં મદદરૂપ થશે.