નવી દિલ્હીઃ શાહજહાંપુર યૌન શોષણ કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. યૂપીની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે ચિન્મયાનંદને શાહજહાંપુરથી જ પકડી લીધા છે. ત્યારબાદ શાહજહાંપુરની જિલ્લા કોર્ટમાં ચિન્મયાનંદનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો. અહીંયાથી તેમને સ્થાનીય કોર્ટમાં લઈ જઈને રજૂ કરવામાં આવશે. કોર્ટે સ્વામી ચિન્મયાનંદને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ધરપકડ બાદ સ્વામી ચિન્મયાનંદના વકીલ પૂજા સિંહે જણાવ્યું કે તેમની ધરપકડ તેમના ઘરેથી જ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેઓ ન્યાયિક પ્રક્રિયા અનુસાર હવે પછીનું પગલું ભરશે.
આપને જણાવી દઈએ કે એક વિદ્યાર્થીનીએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આની સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ આરોપો મામલે શુક્રવારના રોજ SIT ની ટીમે આશરે 7 કલાક સુધી સ્વામી ચિન્મયાનંદ સાથે પૂછપરછ કરી હતી. સ્વામી ચિન્મયાનંદ સાથે પોલીસ લાઈનમાં સ્થિત એસઆઈટીની ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી.
સ્વામી ચિન્મયાનંદને તમામ પ્રશ્નો છાત્રા અને તેના આરોપો મામલે પૂછવામાં આવ્યા. ચિન્મયાનંદને પૂછવામાં આવ્યું કે આખરે તેમની સાથે જોડાયેલા વીડિયોનું સત્ય શું છે? તે વિદ્યાર્થીનીને કેવી રીતે ઓળખે છે? વિદ્યાર્થીની દ્વારા લગાવવામાં આવેલા દુષ્કર્મના આરોપો મામલે તેમનું કહેવું શું છે? એસઆઈટીએ કોલેજની હોસ્ટેલના રુમમાં મળેલા સાક્ષ્યોના આધાર પર સ્વામી ચિન્મયાનંદ સાથે પૂછપરછ કરી છે.
વિદ્યાર્થીની તરફથી લગાવવામાં આવેલા આરોપો પર સ્વામી ચિન્મયાનંદનું કહેવું છે કે તે જલ્દી જ એક વિશ્વવિદ્યાલયનું નિર્માણ કરવા જઈ રહ્યા હતા. કેટલાક લોકો ઈચ્છતા હતા કે આનું નિર્માણ કાર્ય ન થઈ શકે. એટલા માટે તેમના વિરુદ્ધ આખુ ષડયંત્ર રચવામાં આવ્યું અને આ ષડયંત્ર અંતર્ગત જ આ તમામ આરોપો લગાવવામાં આવ્યા છે.