સદગુરુએ ડેમી લોવાટો સાથે એલિયન-આધ્યાત્મિકતા વિશે ચેટ કર્યું

નવી દિલ્હીઃ સિંગર ડેમી લોવાટોએ આધ્યાત્મિક ગુરુ સદગુરુનું તેના પોડકાસ્ટ, 4Dના તાજા એપિસોડમાં સ્વાગત કર્યું છે, જ્યાં તેમણે ‘કોન્શિયસ પ્લેનેટ’ (સચેત ગ્રહ)ના નિર્માણથી માંડીને એલિયનના જીવન વિશે દરેક બાબતે વિચારવિમર્શ કર્યો હતો.

ડેમી લોવાટોએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં લખ્યું હતું કે @સદગુરુઃ એક યોગી, દૂરંદેશી- જેમના વિદ્વત્તાભરેલા શબ્દો એક કોન્શિયસ બનાવવામાં મદદ કરશે. આ સપ્તાહે મારી સાથે જોડાવો #4DwithDemi, કેમ કે ચેતનાના વિસ્તાર પર તેમની આધ્યાત્મિક યાત્રા પર ચર્ચા કરી રહ્યા છીએ અને ઘણુંબધું. નવા એપિસોડ હવે ઉપલબ્ધ છે, જ્યાં પણ તમે તમારું પોડકાસ્ટ સાંભળો છો. સદગુરુએ ઇન્સ્ટાગ્રામ પર વાતચીતનો અંશ શેર કરતાં લખ્યું છે, 4D પર સિંગર અને અભિનેતા ડેમી લોવાટોની સાથે સદગુરુની વાતચીત. એ જીવનના વિવિધ પાસાં પર ચર્ચા કરે છે- મોટરસાઇકલ, આનંદની કામ કરવું, સાધુ અને ભૂલની વચ્ચે અંતર અને એને માટે જરૂરી છે એક કોન્શિયસ પ્લેનેટ.

બંને હસ્તીઓ એકસાથે આવવાથી ભારતીય પ્રશંસકો બહુ ખુશ છે. એક વ્યક્તિએ ડેમીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટની કોમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે ભારત માટે બહુબધો પ્રેમ, અન્યએ દિલની ઇમોજી મૂકી હતી.

યુટ્યુબ કોમેન્ટ્સ સેક્શનમાં એક વ્યક્તિએ એને બ્યુટિફુલ એપિસોડ કહ્યું હતું તો બીજાએ લખ્યું હતું કે હું તમારી માનસિક બીમારી વિશે વાત કરવા બદલ પ્રોત્સાહિત છું.