શ્રીહરિકોટા- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો)એ શ્રીહરિકોટાથી બુધવારે PSLV-C26ની સાથે દરેક ઋતુમાં કામ કરવા સક્ષમ એવા રડાર ઈમેજિંગ નજર રાખતા ઉપગ્રહ ‘RISAT-2 B’ (આરઆઈસેટ-2બી) નું સફળ પ્રક્ષેપણ કર્યું. અંદાજે 7 વર્ષના લાંબા સમય પછી ભારતે આ પ્રકારના ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું છે. આરઆઈસેટ-2બી ના સફળ પ્રક્ષેપણની સાથે જ ભારત હવે ખરબા હવામાન વચ્ચે પણ દેશની અંદર દુશ્મન દેશો અને ભારતીય સરહદોની દેખરેખ રાખી શકશે. એટલું જ નહીં ભારત હવે બાલાકોટ એર સ્ટ્રાઈક જેવા મિશનોની સરળતાથી તસવીરો પણ મેળવી શકશે.
ઈસરો તરફથી મળેલી જાણકારી મુજબ પીએસએલપી46એ RISAT-2 Bને પૃથ્વીની નીચલી કક્ષા (લૉ અર્થ ઑર્બિટ)માં સફળ રીતે સ્થાપિત કર્યું. ઈસરોની તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએસએલવી-સી46ને પોતાના 48મા મિશન પર સવારે સડા પાંચ વાગ્યે અહીંથી 130 કિલોમીટરથી વધુ દૂર આવેલા શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી પ્રક્ષેપિત કર્યું.
આ ઉપગ્રહનું વજન 615 કિલોગ્રામ છે અને તેને પ્રક્ષેપણના અંદાજે 15 મિનિટ બાદ પૃથ્વીની નીચલી કક્ષામાં છોડવામાં આવ્યો. આ સેટેલાઈટ ગુપ્ત નજર, કૃષિ, વન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહયોગ જેવા ક્ષેત્રોમાં મદદ કરશે. આ પ્રક્ષેપણ એટલા માટે મહત્વનું છે કારણ કે તે રિસેટ સેટેલાઈટનો ચોથો ઉપગ્રહ છે. તેની મદદથી દુશ્મનો પર નજર રાખવી અને ડિઝાસ્ટરના સમયે સાચી જાણકારી એકત્ર કરવી સરળ થઈ જશે. રિસેટની સેવાને ધ્યાનમાં રાખતા 300 કિલોગ્રામનો રિસેટ-2B સેટેલાઈટની સાથે સિન્થેટિક અપર્ચર રડાર (SAR) ઈમેજરને પણ મોકલવામાં આવ્યું છે.
આરઆઈસેટ સીરીઝની પહેલા સેટેલાઈટ 20 એપ્રિલ 2009ના રોજ લોન્ચ કરાયું હતું. 300 કિલોગ્રામનો સેટેલાઈટ X-બેન્ડ સિંથેટિક અપર્ચરનો ઉપયોગ કરે છે જેને ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝે બનવ્યો છે. આરઆઈસેટ-1 લોન્ચને Risat-2ના લોન્ચ પર પ્રાથમિકતા આપતા 2008 મુંબઈ આતંકી હુમલા બાદ ટાળી દેવાયો છે. સ્વદેશમાં વિકસિત રડાર ઈમેજિંગ ઉપગ્રહ, આરઆઈસેટ-1ને 26મી એપ્રિલ 2012ના રોજ લોન્ચ કરાયો હતો.
ઈસરોના જણાવ્યા મુજબ, વાદળ હોવાના કારણે રેગ્યુલર રિમોટ સેન્સિંગ કે ઓપ્ટિકલ ઈમેજિંગ સેટેલાઈટ ધરતી પર થઈ રહેલી નાની ગતિવિધિઓની યોગ્ય સ્થિતિ નથી જોઈ શકતા. સિન્થેટિક અપર્ચર રડાર (SAR)આ ખામીને દૂર કરશે. તેની મદદથી ઘેરા વાદળ છવાયેલાં હોય કે જોરદાર વરસાદ પડી રહ્યો હોય કે પછી રાતનું અંધારું હોય, તે સાચી તસવીર જાહેર કરશે. તેનાથી ડિઝાસ્ટરના સમયે રાહત પહોંચાડવી અને સુરક્ષાદળોને દુશ્મનોના ઠેકાણાઓની સાચી જાણકારી મેળવવામાં સરળતા રહેશે.
આરઆઈસેટ-2બી બાદ ઈસરો ચંદ્રયાન-2 પર કામ કરશે. જેનો 9 થી 16 જુલાઈની વચ્ચે પ્રક્ષેપણ કાર્યક્રમ છે. ઈસરો 6 સપ્ટેમ્બર સુધી ચંદ્રયાન-2ના રોવરને (ચંદ્રની ધરતી પર) ઉતારવાને લઈ આશાવાદી છે.ઈસરોના પ્રમુખ શિવને સેટેલાઈટના સફળ લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મને એ માહિતી આપતા ખૂબજ ખુશી છે કે પીએસએલવી46નું લોન્ચ સફળ રહ્યું. આ મોટી ઉપલબ્ધિ છે. તેમણે આ મિશન સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યાં.