મંકીપોક્સને રોકવા ભારતમાં ‘રિંગ રસીકરણ’નો વિચાર

નવી દિલ્હીઃ મંકીપોક્સ ચેપી બીમારીનો ફેલાવો દેશમાં રોકવા માટે કેન્દ્ર સરકાર કોરોનાવાઈરસ વખતની સામુહિક રસીકરણ (માસ વેક્સિનનેશન) ઝુંબેશને બદલે રિંગ વેક્સિનેશનની નવી વ્યૂહરચના અપનાવવા વિચારી રહી છે.

રિંગ વેક્સિનેશનમાં માત્ર એવા લોકોને જ રસી અપાશે જેઓ મંકીપોક્સ વાઈરસના દર્દીઓના ગાઢ સંપર્કમાં આવ્યા હોય. આમાં દર્દીના સ્વજનોનો સમાવેશ કરાશે. તે ઉપરાંત આરોગ્યસેવાના કર્મચારીઓને પણ આ રસી આપવાનું વિચારાશે.