સંસ્કારી ચોરઃ ચોરી કરતાં પહેલાં ભગવાનની પૂજા, વિડિયો વાઇરલ…

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પર પ્રતિ દિન કેટલાય વિડિયો વાઇરલ થાય છે, જેમાં લોકો ડાન્સ, એક્ટિંગ કે ટેલેન્ટ દેખાડે છે, પરંતુ હાલના સમયમાં એક મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયેલો ચોરીનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિ ચોરી કરવા માટે મંદિરમાં ઘૂસીને પહેલાં ભગવાનની સામે નમસ્કાર કરે છે, ત્યાર બાદ દાનપેટીમાં પૈસા કાઢીને ખિસ્સામાં રાખે છે.

આ વ્યક્તિ પૈસાની ચોરી કર્યા પછી ફરી એક વાર મંદિરમાં લાગેલા ઘંટને વગાડે છે અને ભગવાનને હાથ જોડીને પગે લાગે છે.

 ક્યાંનો છે આ મામલો?

આ વિડિયોના CCTV ફુટેજ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર HateDetectors નામના એકાઉન્ટ્સથી શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો શેર કરતાં વ્યક્તિને મામલે જરૂરી માહિતી પણ આપી છે. અકાઉન્ટ યુઝરે કેપ્શનમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના અલવરમાં એક વ્યક્તિને પૈસા અને મોંઘી ચીજવસ્તુઓને મંદિરમાં ઘૂસીને ચોરી કરતાં પહેલાં પૂજા કરતાં CCTVમાં જોવામાં આવી હતી. આ વ્યક્તિનું નામ ગોપેશ શર્મા છે અને એ માત્ર મંદિરોને ટાર્ગેટ કરે છે.

આ ચોરનો વિડિયો વાઇરલ થયા પછી પોલીસે એ વ્યક્તિની ઓળખ કરીને ધરપકડ કરી લીધી છે. તેણે કબૂલ કર્યું છે કે તેણે કેટલાંય મંદિરોમાં આ પ્રકારે ચોરી કરી છે. તે મંદિરોની માહિતી લેતો હતો અને પૂજારીના રાત્રે ગયા પછી તે મંદિરમાંથી કીમતી માલસામાનની ચોરી કરતો હતો.