નવી દિલ્હીઃ ભારતીય રીઝર્વ બેંકે ફસાયેલાં ઋણના સમાધાન માટે નવા નિયમો જાહેર કર્યા છે. બેંકોને લોનની ચૂકવણીમાં ચૂકના મામલાઓને 30 દિવસની અંદર ચિન્હિત કરીને તેની વસૂલી/સમાધાનની પ્રક્રિયા શરુ કરવાની રહેશે. આ પહેલાં 12 ફેબ્રુઆરી 2018માં જાહેર સર્ક્યુલર અંતર્ગત એક દિવસની ચૂક પર પણ ખાતાને એનપીએ જાહેર કરીને સમાધાનની કાર્યવાહી શરુ કરવી તે અનિવાર્ય કરી દેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આરબીઆઈના 12 ફેબ્રુઆરીના સર્ક્યુલરને તેના અધિકારથી બહાર જણાવતાં બે એપ્રિલ 2019ના રોજ ફગાવી દીધું હતું.
રીઝર્વ બેંકે કહ્યું છે કે 2000 કરોડ રુપિયા અથવા તેનાથી વધારેના ઋણ પર ખાતાઓના સંબંધમાં જાહેર નવી વ્યવસ્થા ઋણ સમાધાનની જૂની તમામ વ્યવસ્થાઓનું સ્થાન લેશે. આમાં ઋણ ખાતાઓના સમાધાન માટે સંકટગ્રસ્ત સંપત્તિઓને રિવાઈવ કરવી, કોર્પોરેટ લોન પુનર્ગઠન યોજના, વર્તમાન દિર્ઘકાલિન પરિયોજના સહિત અન્યનો પણ સમાવેશ થાય છે. નવી વ્યવસ્થા તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે.
નવી વ્યવસ્થામાં બેંકો અને નાણાકીય સંસ્થાનોને એનપીએ અથવા વસૂલ ન થઈ રહેલી લોનના સંબંધમાં નુકસાન માટે પ્રાવધાન કરવામાં થોડો સમય આપવામાં આવ્યો છે. આમાં ઓછી રકમવાળી બેંકોને સરળતા રહેશે. નવી વ્યવસ્થા અંતર્ગત બેંકોને પહેલા 180 દિવસની અંદર લોનનું સમાધાન ન થવા પર 20 ટકા પ્રાવધાન કરવાનું રહેશે.
365 દિવસની અંદર સમાધાન ન થવા પર 15 ટકાનો વધારે પ્રાવધાન કરવાનું રહેશે. આ અંતર્ગત ફસાયેલી લોનની કુલ 35 ટકા રકમની વ્યવસ્થા કરવાની રહેશે. આરબીઆઈએ કહ્યું કે આ નવી વ્યવસ્થા લાગૂ થયા બાદ પણ તે બેંકોને કોઈપણ લોન ન ચૂકવનારી કંપનીઓ વિરુદ્ધ દેવાળીયા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપી શકે છે.
આરબીઆઈનું નવું સર્ક્યુલર ફસાયેલી લોનની જલ્દી ઓળખ, તેની સૂચના આપવા અને સમયબદ્ધ સમાધાનની રુપરેખા પ્રદાન કરવાનું છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે લોન આપનારી બેંકો, નાણાકીય સંસ્થાનોને લોન વસુલીમાં મુશ્કેલી શરુ થતાં જ તેણે વિશેષ ઉલ્લેખ વાળા ખાતાના રુપમાં વર્ગીકૃત કરવાની રહેશે.
નવી વ્યવસ્થામાં જો લોનના મૂલ્યના હિસાબથી 75 ટકા અને સંખ્યાના હિસાબથી 60 ટકા નાણાકીય ઋણદાતા કોઈ સમાધાન યોજના પર સહમત થશે તો યોજના તમામ પર લાગુ થશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે બેંક ઋણદાતા વસૂલી અથવા દેવાળીય દાયદા અંતર્ગત લોનના સમાધાન માટે કાયદાકીય પ્રક્રિયા શરુ કરવા માટે સ્વતંત્ર હશે.
આરબીઆઈએ નવી વ્યવસ્થામાં ઋણદાતાના સંયુક્ત મંચની વ્યવસ્થા સમાપ્ત કરી દીધી છે. આ સંકટગ્રસ્ત ખાતાઓના સમાધાન માટે અનિવાર્ય સંસ્થાગત તંત્રના રુપમાં કામ કરે છે. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે બે એપ્રિલના રોજ ફસાયેલી લોનના સમાધાનના સંબંધમાં રીઝર્વ બેંકના 12 ફેબ્રુઆરી 2018ના પરિપત્રને રદ્દ કર્યો હતો.