નવી દિલ્હીઃ રાંચીના ઐતિહાસિક જગન્નાથપુર રથ મેળામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યા છે જેમાં એક દુકાનમાં જે બાળકોના શબોને રાખીને પ્રદર્શની કરવામાં આવી રહી હતી તે અસલી શબ નિકળ્યા. આ ખુલાસો ત્યારે થયો જ્યારે આમનું રિમ્સમાં પોસ્ટમોર્ટમ થયું.
હકીકતમાં જગન્નાથપુર રથ મેળામાં કોલકત્તાથી આવેલા કેટલાક લોકો દ્વારા કેટલાક નવજાત અને અવિકસિત બાળકોની લાશને નમૂનો બનાવીને ટબ અને બોટલમાં રાખવામાં આવી હતી. આને તેઓ પ્રદર્શની તરીકે દર્શાવી રહ્યા હતા અને દર્શકો પાસે આના પૈસા લઈને તેને જોવા માટેની ટિકીટ આપી રહ્યા હતા.
જ્યારે મામલો સામે આવ્યો તો પોલીસે પુછપરછ બાદ શબોને રાજેન્દ્ર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા તો આ ખુલાસો થયો કે બાળકોના શબ અસલી છે.
પુછપરછમાં સામે આવ્યું કે મેડિકલ સાથે જોડાયેલા લોકો કોલકત્તાથી આવ્યા હતા અને નવજાતોની લાશ દેખાડીને રુપિયા કમાવાનો તેમનો ઉદ્દેશ્ય હતો. જો કે હજી એ ખ્યાલ નથી આવ્યો કે બાળકોના મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયા.
ત્યારે અત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી દીધી છે અને ચાર આરોપીઓની ધરપકડ પણ કરી છે. પોલીસે તેમનો બધો સામાન પણ જપ્ત કરી લીધો છે.