ઉપરાષ્ટ્રપતિએ નવા સંસદભવન ખાતે તિરંગો ફરકાવ્યો

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે સવારે અહીં નવી સંસદભવન ઈમારત ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. એમણે ઈમારતના ગજ દ્વાર ઉપર તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે એમની સાથે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત હતા.

ધનખડ અને બિરલા, બંને નેતા નવા સંસદભવન ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે સીઆરપીએફ પાર્લામેન્ટ ડ્યૂટી કોર્પના જવાનોએ એમને બંદૂક-સલામી આપી હતી.

આ ઈમારત ખાતે આવતીકાલથી સંસદના પાંચ-દિવસીય વિશેષ સત્રનો આરંભ થવાનો છે. સંસદીય પ્રક્રિયાઓ બાજુના જૂના સંસદભવનમાંથી નવા સંસદભવનમાં શિફ્ટ કરવામાં આવશે.